Aapnu Gujarat
રમતગમત

દિલ્હી-ગુજરાત વચ્ચે આજે જંગ

આજે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે જારદાર જંગ ખેલાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આઇપીએલ પોઇન્ટ ટેબલમાં ગુજરાત લાઇન્સ હજુ સુધી ૧૦ મેચો પૈકી ત્રણમાં જીતી છે અને સાતમાં તેની હાર થઇ છે. આવી Âસ્થતીમાં તેને આગામી દોરમાં પહોંચવાની તકો નહીવત છે. બીજી બાજુ દિલ્હીની હાલત પણ વધારે સારી નથી. દિલ્હીએ હજુ સુધી નવ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત અને છમાં હાર થઇ છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડી નિયમિત સારો દેખાવ કરી શક્યા નથી. આ મેચનુ પ્રસારણ દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનથી રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કરોડો ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સુક છે. આઈપીએલની શરૂઆત થયા બાદથી ક્રિકેટ ચાહકો હવે આઠ વાગ્યાથી ટીવી ઉપર ગોઠવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસથી હાઇ પ્રોફાઇલ મેચોનો દોર ચાલી રહ્યા છે. પાંચમી એપ્રિલના દિવસે આઇપીએલની શરૂઆત કરવામાં આવી હતી.

Related posts

लोढ़ा समिति के विवादास्पद सुधारवादी कदमों का आकलन करने बीसीसीआई ने बनावी कमिटी

aapnugujarat

મહિલા હોકી એશિયા કપઃ ભારતે ચીનને ૫-૪થી હરાવી જીત્યો ખિતાબ

aapnugujarat

आखिरी ओवर में लकी थ्रो ने पलटा मैच : लियाम प्लंकेट

aapnugujarat

Leave a Comment

URL