ભારતમાં અનેક હુમલામાં સામેલ અને પાકિસ્તાનમાં સક્રિય ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર મૌલાના મસુદ અઝહરે દાવો કર્યો છે તે તેને પકડી લેવા માટે ભારત તરફથી જંગી નાણા તાલિબાનને ચુકવવા માટેની ઓફર કરવામાં આવી હતી. તેનુ કહેવુ છે કે વર્ષ ૧૯૯૯માં આ ઓફર કરવામાં આવી હતી. તેના કહેવા મુજબ આ ઓફર વર્ષ ૧૯૯૯માં ઇÂન્ડયન એરલાઇન્સના વિમાનનુ અપહરણ કરવામા ંઆવ્યા બાદ યાત્રીઓની મુÂક્તના બદલે તેને છોડી મુકવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. અઝહરે કહ્યુ છે કે આ ઓફર તત્કાલીન ભારતીય વિદેશ પ્રધાન જશવંતસિંહ દ્વારા તાલિબાની લીડર મુલ્લા અખ્તર મહોમ્મદ મંસુરને કરવામાં આવી હતી. મુલ્લા મંસુરનુ હાલમાં જ અમેરિકી ડ્રોન હુમલામાં મોત થયુ હતુ. અઝહરે મુલ્લાને યાદ કરતા જેશના ઓનલાઇન મુખપત્ર અલ કલામમાં આ વાત કરી છે. ત્રીજી જુનના અંકમાં આ વાત કરવામાં આવી છે. અઝહર આ અંકમાં સૈદી નામથી લખે છે. અઝહરનુ કહેવુ છે કે ભારત સરકારે તાલિબાનની સરકારને આ સોદાની ઓફર કરી હતી. આ સોદાબાજીમાં તેની સાથે બે અન્ય ત્રાસવાદીઓને છોડી મુકવાની વાત કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૯માં હાઇજેકિંગના ગાળા દરમિયાન મુલ્લા મંસુર અફઘાનિસ્તાનના તાલિબાન સરકારમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન તરીકે હતો. આ વિમાનના બદલે ભારત સરકારે ત્રણ ખતરનાક ત્રાસવાદીઓને મુક્ત કર્યા હતા.
વિમાનમાં રહેલા નાગરિકોને મુક્ત કરવા માટે ભારતે જે ત્રાસવાદીઓને મુક્ત કર્યા હતા તેમાં અઝહર, મુસ્તાકઅહેમદ અને અહેમદ સઇદ શેખનો સમાવેશ થાય છે. અઝહરને કંધાર વિમાનીમથકની બહાર લઇ જવા માટે કંધાર વિમાનીમથક પર મુલ્લા મંસુર પોતે આવ્યો હતો. તે પોતાની લૈજ ક્રુઝરમાં આવ્યો હતો. અઝહરે લખ્યુ છે કે એક વખતે તે મુલ્લાને કંધાર વિમાનીમથકમાં મળ્યો હતો. આ એરપોર્ટ તેમના મત્રાલય હેઠળ હતુ.
આગળની પોસ્ટ