Aapnu Gujarat
મનોરંજન

દલજીત તાપ્સી પન્નુ સાથે હવે રોમાન્સ કરતો દેખાશે

પિન્કમાં શાનદાર અભિનયના કારણે ચર્ચામાં આવેલી ખુબસુરત તાપ્સી પન્નુ હવે નવી ફિલ્મમાં દલજીત દોસાંઝની સાથે રોમાન્સ કરતી નજરે પડનાર છે. કારણ કે લોકપ્રિય હોકી ખેલાડી અને ભારતીય હોકી ટીમના કેપ્ટન સંદીપ સિંહની લાઇફ પર હવે ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દલજીત આગામી ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કારણ કે આ એક પડકારરૂપ ફિલ્મ છે. હાલમા ંજ આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશકોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ તાપ્સી પન્નુ કરી રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે તાપ્સી પન્નુ અને દલજીત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી આ ફિલ્મને લઇને તાપ્સી ભારે ખુશ છે. અમિતાભ બચ્ચન અભિનિત પિન્ક ફિલ્મમાં કામ કર્યા બાદ તાપ્સીની બોલબાલા વધી છે. તે નામ શાબાના નામની ફિલ્મમાં પણ યાદગાર ભૂમિકા અદા કરી ગઇ હતી. સંદીપ સિંહની લાઇફ પર બની રહેલી ફિલ્મનુ નિર્દેશન શાદ અલી કરનાર છે. આ ફિલ્મમાં બે હોકી ખેલાડીઓની પ્રેમ કથા દર્શાવવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ ઓક્ટબર મહિનામાં શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આના માટે પહેલા દલજીત અને તાપ્સીને હોકીની કઠોર ટ્રેનિંગ મારફતે પસાર થવાની ફરજ પડી હતી. તાપ્સી છેલ્લે જુડવા-૨ ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. દરમિયાન તાપ્સી વધુ એક મોટી ફિલ્મ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે પ્રકાશ રાજની હિન્દી કોમેડી ફિલ્મ તડકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રજૂ કરાશે. રોમેન્ટિક કોમેડી ફિલ્મ તમામને ગમશે.

Related posts

બરેલી કી બરફીમાં કૃતિ કોઇ પણ ગ્લેમર વિના ચમકશે

aapnugujarat

એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

aapnugujarat

नाना पाटेकर पर भड़कीं तनुश्री, बोलीं- ‘जल्द सामने आएंगे सारे राज’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1