સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરીમાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ હુમલામાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સાથે સાથે તેમના લોંચ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા. પરંતુ નવેસરની માહિતી મુજબ એલઓસીની પાસે હવે ફરી મોટી સંખ્યામાં ત્રાસવાદી કેમ્પ શરૂ કરવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક)માં કેટલાક ત્રાસવાદી કેમ્પ ચાલી રહ્યા છે. ત્રાસવાદીઓ દ્વારા આ ક્ષેત્રમાં કેમ્પ શરૂ કરી દીધા છે. આ વિસ્તારમાં માત્ર ટ્રેનિંગ કેમ્પ જ શરૂ કરવામાં આવ્યા નથી. બલ્કે ભારતમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓએ ઘુસાડી દેવા માટે કેટલાક લોંચ પેડ પણ બનાવી લીધા છે. અંદાજ મુજબ પોકમાં હાલમાં આશરે ૫૫ ત્રાસવાદી કેમ્પ ચાલી રહ્યા છે. આ કેમ્પમાં ત્રાસવાદીઓએ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને ભારત વિરોધી ગતિવિધી માટે તૈયાર કરવામાં આવે છે. પાકિસ્તાનના અલગ અલગ ત્રાસવાદી સંગઠન અહીં પોતાના કેમ્પ ચલાવી રહ્યા છે. ભારત દ્વારા કરવામાં આવેલા સર્જિકલ હુમલા બાદ ૫૫ ત્રાસવાદી કેમ્પ પૈકી આશરે ૩૫ તેમની જગ્યા બદલી ચુક્યા છે. આ તમામ કેમ્પ એલઓસીથી થોડાક અંતરે સ્થાપિત કરવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ હવે આ કેમ્પ પહેલાની જગ્યાએ જ સક્રિય પણ થઇ ગયા છે. આ ૩૫ કેમ્પ ઉપરાંત બીજા ૨૦ નવા ત્રાસવાદી કેમ્પ પણ શરૂ થઇ ગયા છે. સુત્રોએ વિગત આપતા કહ્યુ છે કે વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં ચાર મહિનામાં ત્રાસવાદીઓ તરફથી આશરે ૬૦ વખત ઘુસણખોરી કરવાના પ્રયાસ કરવામા ંઆવ્યા છે. આમાંથી આશરે ૧૫ ત્રાસવાદીઓ ભારતીય પક્ષમાં જમ્મુ કાશ્મીર સરહદની અંદર ઘુસી જવામાં સફળ રહ્યા છે. ગુપ્તચર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં આ સમય આશરે ૧૬૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આ ત્રાસવાદીઓને તેમના આકા તરફથી હુમલા વધારે તીવ્ર કરવા માટે સુચના આપી છે. ત્રાસવાદી સંગઠનો દ્વારા છેલ્લા થોડાક મહિનામાં સ્થાનિક યુવાનોની ભરતી પણ મોટા પાયે કરવામાં આવી છે. છેલ્લા થોડાક મહિનાના ગાળામાં કાશ્મીર ખીણમાંથી આશરે ૧૦૦ યુવાનો ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થઇ ચુક્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આઠમી મેના દિવસે જમ્મુ કાશ્મીર દરબાર જમ્મુથી શ્રીનગર શિફ્ટ થનાર છે. આને ધ્યાનમાં લઇને ત્રાસવાદીઓએ હવે જાણી જાેઇને તેમની સક્રિયતા વધારી દીધી છે. સુત્રોએ કહ્યુ છે કે ત્રાસવાદી સંગઠન સુરક્ષા દળો પર હુમલા વધારે ઝડપી કરીને તેમના નૈતિક જુસ્સાને તોડી પાડવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં આગામી દિવસોમાં હિંસક પ્રદર્શન ઝડપી બને તેવી પણ શક્યતા છે.
હિંસાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં આગામી દિવસોમાં વધારે રક્તપાત થવાની શક્યતા દેખાઇ રહી છે. આવી Âસ્થતીમાં સુરક્ષા દળોની સામે વધારે પડકારરૂપ Âસ્થતી સર્જાઇ શકે છે. હાલમાં સુરક્ષા દળોને વધારે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કારણ કે ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની મદદથી છુપા હુમલાને અંજામ આપી શકે છે.
પાછલી પોસ્ટ