Aapnu Gujarat
મનોરંજન

હવે વિશ્વરૂપમની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી

કમલ હાસન હવે વર્ષ ૨૦૧૩ની જાસુસી થ્રીલર ફિલ્મ વિશ્વરૂપમ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મની એક ખાસ વિશેષતા એ છે કે ફિલ્મમાં વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી વહીદા રહેમાનને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ હસન ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે. કમલ હાસનના પ્રોડક્શન હાઉસ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વરૂપમ-૨ ફિલ્મની જવાબદારી લેવામાં આવી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં આની તૈયારી શરૂ કરવામાં આવી છે. મંગળવારના દિવસે હિન્દી, ઇંÂગ્લશ, તમિળ અને તેલુગુ ભાષામાં તૈયાર થનાર ફિલ્મ માટે પ્રથમ પોસ્ટર જારી કરવાં આવ્યા છે. ફિલ્મના સિક્વલમાં કેમ સમય લાગી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા કમલ હાસને કહ્યુ હતુ કે તેમના નિર્માતા પાસે કેટલીક ફિલ્મો હાથ પર છે. જેથી દરેક ફિલ્મને આગળ વધારી દેવાની બાબત સરળ હોતી નથી. ફિલ્મમાં નવી પસંદગી તરીકે વહીદા રહેમાન છે. ૬૨ વર્ષીય કમલ હાસને કહ્યુ છે કે વર્ષ ૨૦૧૩ની જેમ ફિલ્મને મુળ ફિલ્મની જેમ રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવનાર છે. વિતેલા વર્ષોમાં ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.જેમાં કમલ હાસને મુખ્ય ભૂમિકા અદા કરી હતી. તેમની સાથે ફિલ્મમાં રાહુલ બોસ, શેખર કપુર, પુજા કુમારે પણ ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં સંગીત શંકર ઇહસાન લોયે આપ્યુ હતુ. હિન્દીમાં જાવેદ અખ્તર દ્વારા અનુવાદ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મની તૈયારી હાથ ધરવામાં આવ્યા બાદ વહેલી તકે તેને પૂર્ણ કરવાની હિલચાલ છે. કમલ હાસનને ફિલ્મ ઇન્ડ્‌સ્ટ્‌રીઝમાં એક મહાન સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તે તમામ મોટા બેનરોમાં કામ કરી ચુક્યો છે.

Related posts

તોરબાજમાં સેક્સી નરગીસ યાદગાર રોલ કરવા ઇચ્છુક

aapnugujarat

સુશાન્ત નવી ફિલ્મમાં હવે ડાકુની ભૂમિકા અદા કરશે

aapnugujarat

વર્ષની ટોપ ટેન ફિલ્મમાં ‘રાજી’નો સમાવેશ

aapnugujarat

Leave a Comment

URL