Aapnu Gujarat
મનોરંજન

રોહિત શેટ્ટી રણવીર- તમન્ના ભાટિયાની જાડીને લઇ ફિલ્મ બનાવશે

યુવા પેઢીમાં રણવીરસિંહ પણ હવે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. તેની પાસે સારી અને મોટા બેનરોની ફિલ્મ આવી રહી છે. તે હાલમાં સંજય લીલાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. એકબાજુ તે બાજીરાવ બાદ સંજયલીલાની જ અલાઉદ્દીન ખિલજી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો છે જેમાં તેની સાથે ફરી દિપિકા છે. આ ઉપરાંત તે એક ફિલ્મમાં તમન્ના ભાટિયા જેવી સુપરસ્ટાર અભિનેક્ષી સાથે પણ કામ કરવા જઇ રહ્યો છે. રણવીર સિંહ પાસે હવે વધુ એક મોટી ફિલ્મ આવી હોવાના અહેવાલ મળ્યા છે. રણવીરને એક્શન ફિલ્મના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકેની ભૂમિકા તમન્ના ભાટિયા અદા કરનાર છે. તમન્ના ભાટિયા પણ બાહુબલી ધ બિગનિંગ નામની ફિલ્મમાં રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મ બાદ બોલિવુડમા ંતેની માંગ પણ અનેક ગણી વધી ગઇ હતી. તેની પાસે નવી નવી મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યા છે તેવા સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા હતા. હવે નવી અને નક્કર વિગત સપાટી પર આવી છે. હવે રોહિત શેટ્ટી નવી ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે.
રોહિત શેટ્ટીએ પોતે કહ્યુ છે કે તે રણવીર સિંહની એનર્જી અને ઉત્સાહથી ભારે પ્રભાવિત છે. તમન્ના ભાટિયા સાઉથથી મોટી સુપરસ્ટાર અભિનેત્રી તરીકે છે. તેની માંગ ભારતીય હિન્દી ફિલ્મો કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે છે. રોહિત શેટ્ટીએ કહ્યુ છે કે તે રણવીર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોવાથી એવી અટકળો સરળતાથી લગાવી શકાય છે કે રણવીર નવી ફિલ્મમાં જારદાર એક્શન કરતો નજરે પડી શકે છે. ફિલ્મના નામની ટુંકમાં જાહેરાત કરાશે ઃ હાલ રોહિત ગોલમાલના ભાગને લઇને વયસ્ત બનેલા છે.

Related posts

કેબીસી-૯ સોની ટીવી ઉપર બેહદની જગ્યાએ રજૂ કરાશે

aapnugujarat

‘राधे’ की शूटिंग में सफाई का रखा जा रहा खास ध्यान

editor

કાળિયાર કેસમાં સલમાન ખાનને જામીન મળ્યાં

aapnugujarat

Leave a Comment

URL