Aapnu Gujarat
બિઝનેસ

સપ્ટેમ્બરમાં કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ ૮૪% વૃદ્ધિ સાથે ૭૪,૦૦૦ કરોડ

સરકારે બિન-રોકડ ચૂકવણી પર ભાર મૂકવાને પગલે ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં કાર્ડ ટ્રાન્ઝેક્શન ૮૪ ટકાની વૃદ્ધિ સાથે ૭૪,૦૦૦ કરોડની સપાટી વટાવી ગયા હતા.
એક વર્ષ અગાઉના સમાનગાળામાં કાર્ડ ટ્રાન્ઝેશનન્સ ૪૦,૧૩૦ કરોડના જ હતા.ઓલ પોઈન્ટ ઓફ સેલ્સનું ટ્રાન્ઝેક્શન્સનું વોલ્યૂમ ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં ૩૭૮ મિલિયનની સપાટી વટાવી ગયું છે જે, એક વર્ષ અગાઉના સમાનગાળામાં ૨૦૩ મિલિયન હતું, તેમ યૂરોપિયન પેમેન્ટ સોલ્યૂશન પ્રોવાઈડર વર્લ્ડલાઈનના વીકલી રિપોર્ટમાં આરબીઆઇના ડેટા ટાંકતા જણાવાયું હતું.ડિમોનેટાઈઝેશન સાથે લોકો તેમના રોજ-બરોજના ખર્ચા માટે નોન-કેશ (બિન રોકડ) મોડનો ઉપયોગ કરવા પ્રેરાયા હતા. હાલમાં ફરી રોકડનું ચલણ ડિમોનેટાઈઝેશન પહેલાના સ્તરે આવી ગયું હોવા છતાં કાર્ડ ટ્રાન્ઝેકશનમાં પણ દેખીતો વધારો જોવા મળ્યો છે, તેમ વર્લ્ડલાઈન (સાઉથ એશિયા- મિડલ ઈસ્ટ)ના ચીફ એક્ઝિક્યુટિવ દીપક ચંદાણીએ જણાવ્યું હતું.આ સરવેમાં જણાવાયા અનુસાર ૨૦૧૪માં વડાપ્રધાન જનધન યોજના શરૂ થવના સાથે કાર્ડ ટ્રાન્ઝેક્શનના ચલણને વેગ મળ્યો હતો.
સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીમાં કાડ્‌ર્સની કુલ સંખ્યા ૮૫૩ મિલિયન થઈ છે જેમાંથી ૩૩.૩ મિલિયન ક્રેડિટ કાડ્‌ર્સ અને ૮૧૯.૮ મિલિયન ડેબિટ કાડ્‌ર્સ હતા.૨૦૧૫માં જનધન ખાતાને કારણે ડેબિટ કાડ્‌ર્સની સંખ્યામાં ૩૯ ટકાનો ઉછાળો જોવાયો હતો. ડિમોનેટાઈઝેશન બાદ કાડ્‌ર્સનો વૃદ્ધિ દર ૨૨ ટકાની સરેરાશ ધરાવતો હતો. ૨૦૧૬થી ૨૦૧૭ સુધીમાં ક્રેડિટ કાડ્‌ર્સનો વૃદ્ધિ દક ૨૪ ટકા હતો જે, છેલ્લા કેટલાંક વર્ષોની સરેરાશ કરતા ઘણો ઊંચો હતો, તેમ આ અહેવાલમાં જણાવાયું છે.૨૦૧૧થી ૨૦૧૬ સુધીમાં ક્રેડિટ કાર્ડની સંખ્યામાં ૯ ટકાનો સ્થિર વૃદ્ધિદર જોવા મળ્યો છે. આરબીઆઇના આંકડા અનુસાર નોટબંધી બાદ ગત નવેમ્બરથી ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં ૩૧ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

Related posts

રિઝર્વ બેંકે વિદેશમાં નાણાં મોકલવાના નિયમો કડક બનાવ્યાં

aapnugujarat

ATM ट्रांजेक्‍शंस के लिए वसूले जा रहे चार्ज को लेकर RBI ने बैंकों को दी हिदायत

aapnugujarat

ક્રૂડ, ડિઝલ, એટીએફએફ ટેક્સની દર ૧૫ દિવસે સમીક્ષા કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1