Aapnu Gujarat
ગુજરાત

રહેણાંકના ૧૦૦ ચો.વારના ફ્રી પ્લોટની યોજનામાં સુધારો

પ્રગતિશીલ ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસની ભાવના અંતર્ગત લોકકલ્યાણકારી યોજના અમલમાં મુકવાનાં શુભ આશયથી રાજય સરકાર દ્વારા હાલમાં પ્રવર્તમાન મફત પ્લોટ આપવાની નીતિમાં સુધારો કરીને ૧લી મે-૨૦૧૭ના ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નવી નિતી અમલમાં મુકવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા પ્લોટ અથવા ઘર વિહોણા લાભાર્થીઓને વિનામુલ્યે ૧૦૦ ચો.વારનો ઘરથાળનો પ્લોટ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે. ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં પ્લોટ અથવા ઘર વિહોણા બીપીએલમાં નોંધાયેલ ખેત મજુરો તેમજ ગ્રામ્ય કારીગરોને ૧૦૦ ચો.વારનો વિના મુલ્યે પ્લોટ આપવાની યોજના અમલમાં હતી. આ યોજના અંતર્ગત રાજય સરકાર ૦ થી ૧૬ અને ૧૭ થી ૨૦ ગુણાંકવાળા તમામ મળવાપાત્ર પ્લોટ વિહોણા લાભાર્થીઓને મફત પ્લોટ યોજના અંતર્ગત ૧૬,૯૭,૦૩૦ લાભાર્થીઓને યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મફત પ્લોટો ફાળવવામાં આવ્યા છે. અન્ને ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત કેટલીક જાગવાઈઓને કારણે ગ્રામ્ય વિસ્તારનાં પ્લોટ અથવા ઘર વિહોણા જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મળી શકતો ન હતો. જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થી હોય પરંતુ પોતાનો માલિકીનો પ્લોટ ન હોવાને કારણે અથવા તો બીપીએલમાં યાદીમાં નામ ન હોવાના કારણે પ્લોટ ફાળવી શકાતો ન હતો જેને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી શકતો નથી. પરિણામે ગ્રામ્ય વિસ્તારના પ્લોટ અથવા ઘર વિહોણા જરૂરીયાતમંદ લાભાર્થીઓ ધ્વારા તેમની રજુઆતો સરકારમાં મળતી હોવાના કારણે રાજય સરકાર ધ્વારા અમલી હાલની નીતિમાં સુધારા કરવાનું આવશ્યક જણાતા યોગ્ય સુધારાઓ કરી ગ્રામ્ય વિસ્તારના પાત્રતા ધરાવતા લોકોને સરળતાથી પ્લોટ ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજય સરકારે તા. ૦૧.૦૫.૨૦૧૭ના ઠરાવથી નવી નિતી અમલી બનાવી છે. નવી નીતિ મુજબ કુટુંબની વ્યાખ્યામાં પુખ્તવયનો વ્યÂક્ત, તેના પતિ પત્ની (જા હોય તો) તેના સગીર બાળકોને પણ લાભ મળી શકશે. ગ્રામ વિસ્તારની વ્યાખ્યામાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ શહેરી વિકાસ સત્તા મંડળનાં વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ નથી જે અગાઉ કરવામાં આવેલ હતો. બીપીએલ યાદી હેઠળ નોંધાયેલ હોય તે જાગવાઈ રદ કરવામાં આવેલ છે. તેને બદલે સીઈસીસી હેઠળ પાત્રતા ધરાવતા અથવા રાજય કે કેન્દ્રની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય. ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જાઈએ. ખાસ કિસ્સામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અડચણરૂપ ન હોય તેવુ દબાણ ૧૦૦ ચો.વારની મર્યાદામાં નિયમીત કરવાની જાગવાઈ કરવામાં આવી છે અને ખાનગી જમીન સંપાદન માટે ગ્રામપંચાયત દીઠ ૧૦ લાખની મર્યાદા હતી આ મર્યાદા નાબુદ કરવામાં આવી છે.

Related posts

પોલીસે શરૂ કરી ટ્રાફિક ડ્રાઇવ, રસ્તાઓ ખાલી લાગ્યા

aapnugujarat

ઈડર ડૉક્ટર એસો. દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સોંપાયું

editor

સાબરકાંઠાના ભિલોડા વિજયનગર રોડ પર ઝાડ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો

aapnugujarat

Leave a Comment

URL