Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારે વિરોધ વંટોળ વચ્ચે આખરે પદ્માવતીની રિલીઝ તારીખ ટળી

ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર આધારિત સંજય લીલાભણશાલીની ફિલ્મ પદ્માવતીની રજૂઆતને લઇને વિવાદ દિનપ્રતિદિન વધુ ઘેરો બન્યા બાદ આખરે આ ફિલ્મની રજૂઆતને હાલપૂરતી સ્વૈચ્છિકરીતે મોકૂફ કરી દેવામાં આવી છે. સંજય લીલાની પદ્માવતી ફિલ્મની સૂચિત રજૂઆત તારીખ હવે ટાળી દેવામાં આવી છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના હતી પરંતુ દેશના જુદા જુદા ભાગોમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી દિવસોમાં વધુ વિરોધ પ્રદર્શન કરવાની કરાયેલી જાહેરાતના લીધે આ નિર્ણય કરાયો છે. ભારે વિરોધ પ્રદર્શન અને આક્રોશ વચ્ચે પદ્માવતી ફિલ્મના નિર્માતાઓએ સ્વૈચ્છિકરીતે તેની રજૂઆતની તારીખને ટાળી દીધી છે. વિયાકોમ ૧૮ મોશન પિક્ચર્સના પ્રવક્તાએ કહ્યું છે કે, સ્વૈચ્છિકરીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પદ્માવતી પાછળના સ્ટુડિયો વિયોકોમ ૧૮ મોશન પિક્ચર્સે સ્વૈચ્છિકરીતે ફિલ્મની રજૂઆતની તારીખને ટાળી દીધી છે. પહેલી ડિસેમ્બરના દિવસે આ ફિલ્મ રજૂ કરવાની યોજના હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરાયો છે. કેન્દ્રીય બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની પણ નોંધ લેવાઈ છે. સેન્સર બોર્ડના વડા પ્રસુન જોશીએ શનિવારના દિવસે જ આ ફિલ્મ પત્રકારોને દર્શાવવામાં આવ્યા બાદ આની સામે વાંધો ઉઠાવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને તરત નિર્માતા પાસે મોકલી દેવામાં આવી હતી. કારણ કે પ્રમાણપત્ર માટેની અરજી અપુરતી હતી. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે કાયદો અને વ્યવસ્થા તેમજ કાયદાકીય બાબતોનું સન્માન કરીએ છીએ. સ્ટુડિયોનું કહેવું છે કે, ફિલ્મની રજૂઆત માટેની નવી તારીખ મોડેથી જાહેર કરવામાં આવશે. અમે સુધારેલી તારીખ ટૂંકમાં જ જાહેર કરીશું. ફિલ્મ નિર્માતાઓએ પુનરોચ્ચાર કર્યો છે કે, આ ફિલ્મ રાજપૂત સમુદાયના ગૌરવ, સાહસ અને પરંપરાને રજૂ કરે છે. ફિલ્મમાં ભારતની પરંપરા દર્શાવવામાં આવી છે. વિશ્વના લોકો આ મહાન પરંપરાને જોઇ શકે તેનો હેતુ રહેલો છે. નિર્માતાની સાથે અગાઉ ખરાબ વર્તન કરવામાં આવી ચુક્યું છે. આ વર્ષની શરૂઆતમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણશાલી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જયપુર અને કોલાપુરમાં શૂટિંગ દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ફિલ્મનું પ્રથમ પોસ્ટર જારી કરાયા બાદ જુદા જુદા રાજપૂત સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. સંજય લીલા અને મુખ્ય અભિનેત્ર દિપીકાને ધમકીઓ પણ મળી ચુકી છે. બંનેની સુરક્ષામાં નોંધપાત્ર વધારો પણ કરાયો છે. જો કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભણશાલી અને ટીમના સમર્થનમાં આવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રના લોકોનું કહેવું છે કે, સર્જનાત્મકતા અંગેની સ્વતંત્રતા પર પ્રહાર કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, પદ્માવતી ફિલ્મ મહારાણી પદ્માવતીના જીવન ઉપર આધારિત છે. પદ્માવતીના રોલમાં દિપીકા ભૂમિકા અદા કરી રહી છે જ્યારે તેમના પતિની ભૂમિકામાં શાહીદ કપૂર છે. ફિલ્મમાં શાહીદ કપૂરે રાણા રતનસિંહની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ ઇતિહાસની તમામ બાબતોને ધ્યાનમાં લઇને તૈયાર કરાઈ હોવાનો દાવો ફિલ્મ નિર્માતાઓ કરી રહ્યા છે.

Related posts

દેશમાં હાઈવે નિર્માણની સ્પીડ ઘટી, દિવસના ૧૯.૪૪ કિમી થઈ ગઈ

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ : ૧૮નાં મોત

aapnugujarat

સરહદ પર ગોળીબાર વચ્ચે અનેક ગામ ખાલીખમ થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1