Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીનો જાદુ : લોકપ્રિયતા ૨૦૧૫ કરતા પણ વધી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશભરમાં અકબંધ રહી છે. મોદીને સત્તા સંભાળી લીધાને સાઢા ત્રણ વર્ષથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં હજુ પણ લોકોનો વિશ્વાસ તેમના પર અકબંધ રહ્યો છે. એટલુ જ નહી બલ્કે દેશની આર્થિક સ્થિતીને લઇને લોકો તેમની કામગીરીથી બિલકુલ સંતુષ્ટ છે. મોદીના કાર્યકાળના ત્રણ વર્ષમાં ભલે હનિમુન ગાળો પૂર્ણ થઇ ગયો હોય પરંતુ તેમના પ્રત્યે લોકોમાં વિશ્વાસ હજુ અકબંધ છે. આશરે ૧૦ પૈકી નવ લોકો નરેન્દ્ર મોદી પ્રત્યે હકારાત્મક વલણ ધરાવે છે. જ્યારે વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૧૦ પૈકી સાત હતો. ૨૧મી ફેબ્રુઆરીથી ૧૦મી માર્ચ ૨૦૧૭ના દિવસે પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ૨૪૬૪ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સર્વે મુજબ મોદીની લોકપ્રિયતા કોઇ ક્ષેત્રમાં ખાસ છે તેવુ નથી. તેમની લોકપ્રિયતા સમગ્ર દેશમાં રહેલી છે. આધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ તેમની લોકપ્રિયતા અકબંધ રહેલી છે. બીજી બાજુ પશ્ચિમી રાજય ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તિસગઢના લોકો પ્રત્યે તેમની ભાવના લોકો સારી રીતે સમજે છે. આવી જ રીતે પૂર્વીય ભારત ગણાતા બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં પણ તેમની લોકપ્રિયતા અકબંધ રહી છે. દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત ૧૦થી આઠ લોકો મોદીને પસંદ કરે છે. વર્ષ ૨૦૧૫ બાદથી ઉત્તર ભારતમાં મોદીની લોકપ્રિયતા અભૂતપૂર્વ રહી છે. તેમની લોકપ્રિયતાને લઇને કોઇ અસર થઇ નથી. રાષ્ટ્રીય સ્તર પર તેમના હરિફો તેમની સામે નજીક પણ નથી. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એએપીના નેતા અરવિન્દ કેજરીવાલ લોકપ્રિયતાના મામલે મોદીની નજીક પણ નથી.ભાજપ માટે મોટી રાહત તરીકે છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેમની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. જો કે પૂર્વીય ભારતમાં તેમની લોકપ્રિયતામાં નજીવો ઘટાડો થયો છે. બીજી બાજુ પાર્ટીની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો આ મામલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અન્ય પાર્ટીઓ કરતા ખુબ વધારે છે. ભાજપ મોટા અંતર સાથે તેમના કરતા ખુબ વધુ આગળ છે. ૮૪ ટકા લોકો ભાજપની સાથે છે. આ લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી ચુક્યા છે. જ્યારે ૫૯ ટકા લોકો કોંગ્રેસને પસંદ કરે છે. ભારતીય રાજનીતિમાં નવી એન્ટ્રી કરીને લોકપ્રિયતા મેળવી લેનાર આમ આદમી પાર્ટીને પસંદ કરનાર લોકોની સંખ્યા ૩૪ ટકાની આસપાસ છે. મોદીની વધતી જતી લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર છે. પાર્ટીની લોકપ્રિયતાને વધારી દેવા માટે તમામ પ્રયાસો પણ સતત કરવામાં આવે છે.

Related posts

આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ

aapnugujarat

ઈડી વધુ આક્રમક : કાર્તિ સામે પીએમએલએ કેસ દાખલ

aapnugujarat

शादी के बाद नेहा धूपिया ने किया पहला फोटोशूट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1