Aapnu Gujarat
મનોરંજન

ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ બોલીવુડમાં ડેબ્યુ કરશે

બોલીવુડમાં વધુ એક સ્ટારનો સંતાન એન્ટ્રી માટે તૈયાર છે. આપણે વાત કરી રહ્યા છીએ, મૈંને પ્યાર કિયા ફેઇમ જાણીતી ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાનીની. જે વાસણવાલા દિગ્દર્શિત મર્દ કો દર્દ નહી હોતા ફિલ્મથી બોલીવુડમાં હવે ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. રોની સ્ક્રૂવાલાના પ્રોડકશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટીંગ શરૂ થઇ ચૂકયું છે. તાજેતરમાં જ ફિલ્મના શૂટીંગ અંગેની એક તસ્વીર સામે આવી છે. લગભગ દોઢ મહિનાની તાલીમ બાદ અભિમન્યુએ આ ફિલ્મ સાઇન કરીહતી. તાજેતરમાં જારી થયેલી તસવીરમાં ફલેપ બોર્ડ નજરે આવી રહ્યું છે. પહેલી જ વાર ફિલ્મના કેમેરાનો સામનો કરી રહેલો અભિમન્યુ તેની પ્રથમ ફિલ્મને લઇ ખાસ્સો ઉત્સાહિત છે. ફિલ્મના શૂટીંગ પહેલા તેણે જણાવ્યું હતું કે, તેમણે પોતાના માર્શલ આર્ટ ટ્રેનર પાસેથી આ ફિલ્મ વિશે સાંભળ્યું હતું અને માત્ર અનુભવ માટે જ તેઓ ઓડિશન આપવા ગયા હતા. બાદમાં તેમને આ રોલ માટે સીલેકટ કરી લેવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, આ ફિલ્મ માટે તેમણે માર્શલ આર્ટની ફિલ્મો જોઇ છે અને આઠ મહિના સુધી ખાસ પ્રકારની ટ્રેનીંગ પણ લીધી હતી. જેથી તેની ઘણી મદદ મળી રહી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મથી એકતાકપૂરની સીરીયલ મેરી આશિકી તુમ સે હીની લીડ એકટ્રેસ રાધિકા મદાન ઇશાની પણ બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ગત વર્ષે જ આ સીરીયલ પૂર્ણ થઇ હતી. ત્યારબાદ રાધિકા કોઇપણ શો માં નજર નથી આવી. આખરે તેણીએ આ ફિલ્મ સાઇન કરવાનો નિર્ણય લીધો હતો. આમ, આ હિન્દી ફિલ્મમાં બંને હીરો-હીરોઇન પોતાનું પ્રથમ ડેબ્યુ છે અને તેને લઇને બંને ખાસ્સા ઉત્સાહિત છે. જો કે, ફેન્સની નજર ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુને લઇ ખાસ મંડાઇ છે કે, જેથી તેનો રોલ જોવાનું મહત્વનું બની રહેશે.

Related posts

સેક્સી અર્શી ફિલ્મ સહિત અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત

aapnugujarat

અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં પર્ફોર્મ કરશે આલિયા-રણબીર

aapnugujarat

तमिल फिल्म मर्सल के रीमेक में होंगे ऐक्टर शाहरुख खान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1