કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીર ખીણમાં પ્રવર્તી રહેલી તંગ Âસ્થતિ અંગે આજે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિને સામાન્ય બનાવવા રાજ્ય સરકારની સાથે મળીને કામ કરવા રાજ્યપાલ એનએન વોરાને સૂચન કર્યું હતું. વોરા સાથે બેઠકમાં રાજનાથસિંહે જમ્મુ કાશ્મીર કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા અમાનવીય કૃત્ય ઉપર પણ ચર્ચા કરી હતી. પર્યાવરણને ખરાબ કરી રહેલા લોકો સામે પગલા લેવાના મહત્વ ઉપર પણ રાજનાથસિંહે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, Âસ્થતિને સામાન્ય બનાવવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ખીણમાં એક પછી એક ઘટનાક્રમને લઇને સરકારને માહિતગાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ગઇકાલે રાજનાથસિંહે દેશના ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે સુકમા હુમલા અને જમ્મુ કાશ્મીરમાં વર્તમાન સુરક્ષા પરિÂસ્થતિ અંગે સમીક્ષા કરી હતી. બેઠકમાં રોના વડા અનિલ થસમાના, ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા રાજુ જૈન, સીઆરપીએફના ડિરેક્ટર જનરલ રાજીવ રાય, અન્ય ટોચના અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.