Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ : ભાજપના કાર્યકરોને અમિત શાહે નવો મંત્ર અપાયો

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે લખનૌમાં મિશન ૨૦૧૯ માટે પાર્ટીના કાર્યકરોને નવો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના કાર્યકરો બસપ અને સપાના કાર્યકરો જેવા નથી. તેમને કંઇ અલગ કરીને બતાવું પડશે. લખનૌમાં ભાજપ કાર્યસમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં મળેલી મોટી જીતની સાથે સાથે પાર્ટીની જવાબદારી પણ ખુબ મોટી છે જેથી ભાજપના કાર્યકરોમાં વિજય ભાવની સાથે સાથે વિનમ્રતા પણ જરૂરી છે. ભાજપ ઉપર ઉત્તર પ્રદેશના સંપૂર્ણ વિકાસની જવાબદારી આવી ગઈ છે. પાર્ટી કાર્યકરોનો ઉત્સાહ વધી રહ્યો છે. અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ કોઇ ટોળા તરીકે નથી પરંતુ દેશભક્ત કાર્યકરોની એક ટીમ છે. શાહે ઉમેર્યું હતું કે, ૧૦ સભ્યો સાથે બનેલી પાર્ટી આજે ૧૧ કરોડ લોકોની પાર્ટી બની ગઈ છે. જે પાર્ટી ક્યારેક જામીન બચી જવા ઉપર પાર્ટી કરતી હતી આજે તેમના ૧૩૮૭ ધારાસભ્યો છે. ૭૭ ટકા વસતી અને ૬૦ ટકા ભુભાગ ઉપર ભાજપનું શાસન થઇ ચુક્યું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની મોટી જીત માટે પાર્ટીના કાર્યકરોને ક્રેડિટ આપતા તેમણે કહ્યું હતું કે, આરામથી બેસવાનો સમય નથી જે બૂથ ઉપર પાર્ટી જીતી નથી તેના ઉપર પણ કાર્યકરો કામ કરે તે જરૂરી છે. પાર્ટીને મજબૂત Âસ્થતિમાં લાવવાનો સમય છે. ઉત્તરપ્રદેશે ૩૨૫ બેઠકો અમને આપી છે. ત્યારે કામની જવાબદારી ભાજપની છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સફળતા બાદ ભાજપના કાર્યકરોને વિશ્રામ કરવાનો અધિકાર નથી. અમે સરકાર બનાવવા માટેના ઇરાદા સાથે રાજનીતિમાં આવ્યા નથી. સમગ્ર દેશમાં વિસ્તાર કરવાની યોજના છે. કાર્યકરોની જવાબદારી છે કે, સંગઠનના વિસ્તારને સ્થાયી રાખવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવે. દરેક બુથમાં Âસ્થરતા રાખવાના પ્રયાસ જરૂરી છે જે લોકો હજુ ભાજપ સાથે જાડાયા નથી તે લોકોને જાડવાના પ્રયાસ કરવામાં આવે. વિજય કેટલીક વખત અહંકારની ભાવના જન્માવે છે. ઉત્તર પ્રદેશમાં યોગીને મુખ્યમંત્રી બનાવવા માટેનો હેતુ પરિવર્તન લાવવાનો છે.

Related posts

ઈવીએમ સાથે ચેડા શક્ય : દિલ્હી વિધાનસભા ગૃહમાં ડેમો રજૂ થયો

aapnugujarat

गुलाम नबी आजाद को श्रीनगर हवाई अड्डे पर रोका गया

aapnugujarat

दिल्ली हिंसा में अब तक 18 लोगों की मौत, सीलमपुर में सुधरे हालात

aapnugujarat

Leave a Comment

URL