Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

હવે મોદી પર નહીં નીતિ પર વાત થશે : વિપક્ષની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઓછા પ્રહાર કરવાની રણનીતિ વિપક્ષ દ્વારા વ્યૂહ અપનાવવામાં આવનાર છે. વિપક્ષ હવે સરકારની નીતિઓ ઉપર વધારે પ્રહાર કરવાની રણનીતિ અપનાવશે. વિપક્ષે એક પછી એક હાર બાદ રણનીતિ બદલી નાંખી છે. વિપક્ષ માને છે કે, છેલ્લા કેટલાક મહિનાથી તેમના એક તરફી પ્રહારોના કારણે વડાપ્રધાનને નુકસાન ઓછું અને ફાયદો વધારે થયો છે. હાલમાં તમામ ચૂંટણીમાં ભાજપને એક પછી એક જીત મળી રહી છે. વિપક્ષી દળોને મળી રહેલી હારના પરિણામ સ્વરુપે રણનીતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી હતીઅને ચર્ચા દરમિયાન આ મુદ્દે રજૂઆત થઇ હતી કે, મોદી સરકાર ઉપર આક્રમક રણનીતિ કઇરીતે અપનાવવામાં આવે. સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત નીતિશકુમાર, શરદ પાવર, સીતારામ યેચુરી સહિત બાકીના નેતાઓ પણ માની રહ્યા છે કે, વિપક્ષની સરકારને ઘેરવાની રણનીતિ અયોગ્ય સાબિત થઇ રહી છે. મે દિવસના પ્રસંગે એકત્રિત થયેલા અડધા ડઝનથી વધુ વિપક્ષી નેતાઓએ કબૂલાત કરી હતી કે, મોદી કેન્દ્રીત હુમલામાં યોગ્ય મમુદ્દાને હાથ ધરવામાં વિપક્ષી નેતાઓ નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિÂગ્વજયસિંહે કહ્યું હતુ ંકે, માત્ર મોદી વિરોધી નીતિ અપનાવવાથી કોઇ ફાયદો થશે નહીં. આમાથી મોદીની Âસ્થતિ મજબૂત થશે. જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, મોદીનો કોઇ વ્યÂક્તગત વિરોધ થવો જાઇએ નહીં. રાષ્ટ્રપતિ પદના મુદ્દે સંયુક્ત વિપક્ષી ઉમેદવાર ઉભા કરવાને લઇને રણનીતિ ઉપર વાતચીત થઇ રહી છે. બંધારણના મુલ્યોની સુરક્ષા કરવામાં આવે તે પણ જરૂરી છે. તમામ નેતાઓનો એકમત છે કે, બેરોજગારી, ખેડૂતો સાથે જાડાયેલા પ્રશ્નો જેવા મુદ્દા ઉપર સંયુક્તરીતે મોદી સરકાર ઉપર પ્રહાર કરવાની જરૂર દેખાઈ રહી છે.

Related posts

નિરવ મોદી હાલમાં બ્રિટનમાં : હેવાલ

aapnugujarat

દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદનું નામાંકન દાખલ કર્યું

aapnugujarat

કોંગ્રેસ નેતા શકીલ અહમદને ફટકો, પાર્ટીએ દેખાડી દીધો બહારનો રસ્તો

aapnugujarat

Leave a Comment

URL