Aapnu Gujarat
રાષ્ટ્રીય

મૃતદેહ સાથે બર્બરતાના મામલે ભારતીય ડીજીએમઓ લાલઘૂમ

બે ભારતીય શહીદ જવાનોના મૃતદેહને ક્ષતવિક્ષત કરી દેવાના મામલામાં ઇÂન્ડયન ડિરેક્ટર્સ જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન (ડીજીએમઓ) દ્વારા તેમના પાકિસ્તાની સમકક્ષ સમક્ષ જારદાર નારાજગી વ્યક્ત કરી હતી. ડીજીએમઓ દ્વારા પાકિસ્તાનના સમકક્ષ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, સૈનિકોના માથા કાપી નાંખવાની બાબત કાયરતાપૂર્વકનું કૃત્ય છે. આ અમાનવીય ઘટના છે. જે કોઇ પણ પ્રકારની શિષ્ટાચારની હદમાં આવતી નથી. ભારતીય ડીજીએમઓએ પાકિસ્તાન સમકક્ષ સમક્ષ કહ્યું હતું કે, આ કૃત્યની સ્પષ્ટરીતે નિંદા થવી જાઇએ. આનો જવાબ આપવામાં આવે તે જરૂરી છે. પાકિસ્તાન ડીજીએમઓને કહેવામાં આવ્યું છે કે, ઘટનાસ્થળની નજીક પાકિસ્તાન સેનાની ચોકીથી જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાન પોતાના શરૂઆતી વલણ ઉપર મક્કમ છે. પાકિસ્તાને પુનરોચ્ચાર કર્યો છે કે, ભારતીય જવાનોના મૃતદેહને ક્ષતવિક્ષત કરવામાં આવ્યા નથી. બીજી બાજુ ભારતનું કહેવું છે કે, ભારતીય સરહદમાં બીએટીના જવાનો ઘુસી ગયા હતા. તેને કવર આપવા માટે પાકિસ્તાનની ચોકી પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ પત્રકારો સાથે વાતચીત કરતા સરહદ સુરક્ષા દળના એડીજી કેકે ચૌબેએ કહ્યું છે કે, સ્ટાન્ડર્ડ ઓપરેશનની ફરી સમીક્ષા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે બીએસએફ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. બે ભારતીય સૈનિકોના માથા ઉડાવી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક જવાનને ઇજા પહોંચાડવામાં આવી હતી. સોમવારે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ભારે ગોળીબારના છત્ર હેઠળ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના જવાનો ઘુસી ગયા હતા. કોઇપણ શબ્દનો ઉપયોગ કર્યા વગર ભારતીય ડીજીએમઓ લેફ્ટી જનરલ ભટ્ટે પાકિસ્તાન સમકક્ષને કઠોર શબ્દોમાં માહિતી આપવામાં આવી હતી. ડીજીએમઓ ભારતીય સેનાએ એમપણ કહ્યું છે કે, પોકમાં એલસી નજીક બીએટી ટ્રેનિંગ કેમ્પની ઉપÂસ્થત રહેલી છે જેને લઇને ભારત ચિંતિત છે. ડીજીએમઓ ભારતીય સેનાએ એમ પણ કહ્યું છે કે, આ પ્રકારના કાયરતાપૂર્વકના કૃત્ય અને અમાનવીય અત્યાચાર કોઇપણ ધારાધોરણમાં આવતા નથી. ભટ્ટે ઉમેર્યું હતું કે, અંકુશ રેખા નજીક બીએટી ટ્રેનિંગ કેમ્પનો મુદ્દો પણ પાકિસ્તાન માટે ધ્યાન આપવા જેવો છે. બીજી બાજુ પાકિસ્તાની સેનાએ ફરી એકવાર આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે કરાયેલા હુમલામાં નાયબ સુબેદાર પરમજીત સિંહ (૨૨ સીખ ઇન્ફેન્ટ્રી) અને હેડકોન્સ્ટેબલ પ્રેમસાગર (બીએસએફની ૨૦૦મી બટાલિયન) શહીદ થયા હતા.

Related posts

राहुल गांधी नर्वस और अपरिपक्व : ओबामा

editor

मोदी सरकार का ऐलान, 16 जनवरी से शुरू होगा कोरोना टीकाकरण

editor

छोटा राजन के भाई को RPI पार्टी से मिला टिकट

aapnugujarat

Leave a Comment

URL