Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

વિજય માલ્યા પર દબાણ વધારવા તપાસ ટીમ બ્રિટન પહોંચી

સીબીઆઈ અને ઇડીના અધિકારીઓની એક ટીમ લંડન પહોંચી ગઈ છે જે ભારતીય બેંકોના નાણા લઇને ફરાર થઇ ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણના સંદર્ભમાં સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરશે. સીબીઆઈ સૂત્રોએ કહ્યું છે કે, સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમ બ્રિટનના અધિકારીઓને માલ્યાની સામે લોન ચુકવણીમાં નિષ્ફળ રહેવાના સંદર્ભમાં વિગતવાર માહિતી આપવામાં આવશે. આ ટીમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બે સભ્યો છે. માલ્યાના પ્રત્યાર્પણ સાથે સંબંધિત મામલો હાલમાં બ્રિટનની અદાલતમાં છે જ્યાં સીબીઆઈ અથવા તો ઇડી દ્વારા કોઇ સીધીરીતે રજૂઆત કરવામાં આવી નથી. એક અધિકારીએ કહ્યું છે કે, ભારતીય તપાસ સંસ્થાઓ ત્યાં અદાલતમાં વિજય માલ્યા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીદારોના વિરોધમાં બ્રિટિશ પક્ષોને મદદ કરે છે. ભારતીય ટીમે બ્રિટનમાં મોકલવા પાછળનો હેતુ એ છે કે, માલ્યાના પ્રત્યાર્પણ માટે ત્યાંની કોર્ટમાં મજબૂત કેસ બનાવી શકાય. અત્રે નોંધનીય છે કે, ૬૧ વર્ષીય વિજય માલ્યા ભારતમાંથી ફરાર થઇ ગયા બાદ ભારતમાં તેમના પ્રત્યાર્પણને લઇને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતની વિનંતી બાદ ગયા મહિનામાં બ્રિટનના અધિકારીઓ દ્વારા માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. જા કે, લંડનની એક અદાલતે કલાકોના ગાળામાં જ વિજય માલ્યાને જામીન ઉપર છોડી મુક્યા હતા. આ મામલામાં હવે ૧૭મી મેના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ ધરપકડ આઈડીડીઆઈ બેંકના ૯૦૦ કરોડ રૂપિયાની લોનની ચુકવણી નહીં કરવા સાથે સંબંધિત હતી. આ સમગ્ર મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. માલ્યાની હાલમાં બંધ રહેલી કિંગફિશર એરલાઈન્સ ઉપર પણ જુદી જુદી બેંકોના વ્યાજ સહિત ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું થયેલું છે. માલ્યા બીજી માર્ચ ૨૦૧૬ના દિવસે બ્રિટન ફરાર થઇ ગયા હતા. સીબીઆઈએ તેમની સામે બે કેસ દાખલ કર્યા હતા.

Related posts

યશવંત સિન્હાએ પોલિટિકલ એક્શન ગ્રુપ ‘રાષ્ટ્ર મંચ’ની શરૂઆત કરી

aapnugujarat

આરબીઆઈએ ૩૧ કંપનીઓના લાયસન્સ કર્યા રદ્દ

aapnugujarat

આતંકવાદને સહન કરવામાં નહીં આવે : સીઆઈએસએફ સ્થાપના દિવસે વડાપ્રધાન મોદી ઉપસ્થિત

aapnugujarat

Leave a Comment

URL