Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

સેનાને જવાબી પગલા લેવા સરકારનો છુટો દોર

એલઓસી નજીક યુદ્ધવિરામનો ખુલ્લો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય જવાનો શહીદ થયા હતા. શહીદ થયેલા ભારતીય જવાનોના શરીરને પાકિસ્તાની સેના દ્વારા ક્ષત વિક્ષત કરી દેવામાં આવ્યા બાદ આને લઇને મોટી કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાઇ છે. સુત્રોએ કહ્યુ છે કે સરકારે સેનાને આ અમાનવીય હરકતનો બદલો લેવા માટે ફ્રી હેન્ડ અથવા તો છુટો દોર આપી દીધો છે. બીજી બાજુ ભારતીય લોકોમાં પાકિસ્તાનના આ કૃત્ય બાદ નારાજગી દેખાઇ રહી છે. શહીદ થયેલા હેમરાજની માતાએ કહ્યુ છે કે પાકિસ્તાન સામે નિર્ણયક જંગ માટેનો સમય આવી ગયો છે. લાન્સ નાયક હેમરાજ પણ પાકિસ્તાની સેનાની આમાનવીય હરકતનો શિકાર થયા હતા. સરકારી સુત્રોએ કહ્યુ હતુ કે આ હુમલાનો બદલો લેવા માટે સેનાને પોતાના વિકલ્પ પર વિચારણા કરવા માટે કહેવામાં આવ્યુ છે. સંરક્ષણ પ્રધાન અરૂણ જેટલી પણ કહી ચુક્યા છે કે જવાનોની શહીદી બેકાર જશે નહી. આ અગાઉ સેનાઅ પહેલા કહ્યુ હતુ કે પાકિસ્તાનની આ હરકતનો યોગ્ય જવાબ આપવામાં આવનાર છે. સંયોગની વાત એ છે કે સેના વડા બિપિન રાવત પણ સોમવારાના દિવસે ખીણમાં હતા. રાવત સેનાની ઓપરેશન તૈયારીની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે એલઓસી નજીકના વિસ્તારમાં ગોળીબારનો તો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની સેનાની હરકતનો યોજનાબદ્ધ રીતે યોગ્ય સમય જવાબ આપવામાં આવનાર છે. આ ઘટના બાદ મોદી પર મોટી કાર્યવાહી કરવા માટે દબાણ આવી રહ્યુ છે. કારણ કે હાલમાં સુકમામાં પણ ૨૬ જવાન શહીદ થયા હતા. પંજગામમાં પણ આર્મી કેમ્પ પર હાલમાં હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારના દિવસે શહીદ થયેલા જવાનોમાં પંજાબના તરનતારનના નાયબ સુબેદાર પરમજીતસિંહ અને દેવરિયાના બીએસએફ હેડકોન્સ્ટેબલ પ્રેમ સાગર હતા. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમના જવાનોએ શહીદોના શવને ક્ષતવિક્ષત કરી દીધા હાત. અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો દ્વારા સમગ્ર શરીરનું માંગ કરી રહ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા અગાઉ પણ ક્રૂરતાપૂર્વકનું કૃત્ય કરવામાં આવી ચુક્યું છે. વર્ષ ૨૦૧૩માં પાકિસ્તાની સેનાએ શહીદ થયેલા લાન્સ નાયક હેમરાજની માતાએ હવે એક માથાના બદલે ૧૦ માથાનું વચન યાદ અપાવ્યું છે.

Related posts

हमें किसी भी व्यक्ति या पार्टी से देशप्रेम सीखने की जरूरत नहीं : सीएम ममता

aapnugujarat

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે ૨૦૧૯ સુધી રોકાવાની જરૂર નથી : શિવસેના

aapnugujarat

‘યુતિ હોગી તો સાથી કો જીતાયેંગે, નહીં તો પટક દેંગે’ઃ અમિત શાહ

aapnugujarat

Leave a Comment

URL