Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નોટબંધી બાદથી ૯,૦૦૦ કરોડની બ્લેકમની ટાંચમાં : ફેમા હેઠળ ઇડી દ્વારા ૩૭૦૦ કેસો નોંધાયા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નોટબંધી બાદ નવ હજાર કરોડની કિંમતની બ્લેકમની ટાંચમાં લઇ લીધી છે. ઇડી દ્વારા ફેમા હેઠળ ૩૭૦૦ કેસો પણ નોંધી લીધા છે. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ કહ્યું છે કે, ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અને પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૩૭૦૦ કેસો ઇડી દ્વારા નોંધવામાં આવી ચુક્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૧૦૦૦ જેટલી શેલ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. નોટબંધી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કાળા નાણાને બહાર લાવવાનો હતો અને આમા સફળતા મળી રહી છે. ફેમા એક સિવિલ કાયદા તરીકે છે. ફોરેન એક્સચેંજ કાયદા અને ધારાધોરણોના ભંગના મામલામાં અથવા તો કોઇપણ પ્રકારના વિવાદના મામલામાં તપાસ કરવા ઇડીને સત્તા મળેલી છે. પીએમએલએ હેઠળ ઇડીને સંપત્તિઓની ફાળ મેળવવા માટે તપાસ કરવાની સત્તા મળેલી છે. પીએમએલએ એક ક્રિમિનલ લો તરીકે છે. આના ભાગરુપે સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ૩૧મી ઓગસ્ટના આંકડા મુજબ એન્ફોર્સમેન્ટના પગલામાં ઉલ્લેખનીય વધારો થયો છે. નોટબંધીના આધાર ઉપર આ તમામ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસમાં ૧૫૮ ટકાનો વધારો નોંધાઈ ચુક્યો છે. ૪૪૭થી આ સંખ્યા ૧૧૫૨ સુધી પહોંચી છે જ્યારે ચીજો અને સંપત્તિ જપ્ત કરવાનો આંકડો ૭૧૨ કરોડથી વધીને ૧૪૬૯ કરોડ સુધી પહોંચ્યો છે. બિન હિસાબી સંપત્તિના એડમિશનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. આ આંકડો ૧૧૨૨૬ કરોડથી વધીને ૧૫૪૯૬ કરોડ સુધી પહોંચ્યો છે. સરકારી ડેટા દર્શાવે છે કે, ૧૮૦૦૦૦૦ શકમંદ કેસો સપાટી ઉપર આવ્યા છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં બે ત્રાસવાદી ફુંકાયા

aapnugujarat

બક્સરના ડીએમ મૂકેશ પાંડેેએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

aapnugujarat

સિડની ટેસ્ટમાં ભારતની જીત આડે વરસાદ વિલન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1