Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતીય જવાનો સાથે બર્બરતા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ

કાશ્મીરની કૃષ્ણા ખીણમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં શહીદ જવાનોના મૃતદેહ સાથે બર્બરતાને લઇને દેશભરમાં આક્રોશનો માહોલ છે. લોકો સરકાર અને ભારતીય સેના પાસેથી હવે આશ્વાસન નહીં પરંતુ પગલાની માંગ કરી રહ્યા છે. લોકો ઇચ્છે છે કે, સેના પાકિસ્તાનથી આ હુમલાનો બદલો લેવામાં આગળ વધે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, આખરે ક્યાં સુધી દેશના જવાન શહીદ થતાં રહેશે. ક્યા સુધી આવા હુમલાને લઇને પાકિસ્તાનની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારના હુમલામાં અગાઉ પણ શહીદ થઇ ચુકેલા પરિવારના સભ્યો હવે સરકારને વચનોની યાદ અપાવી રહ્યા છે. પાકિસ્તાન એલઓસી ઉપર વારંવાર યુદ્ધવિરામના ભંગ કરે છે. આ વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી લઇને હજુ સુધી પાકિસ્તાન દ્વારા ૬૫ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી ચુક્યો છે. વારંવાર આ પ્રકારના હુમલાથી લોકોમાં આક્રોશ છે. વધુમાં સૈનિકોના મૃતદેહ સાથે બર્બરતા કરવામાં આવી રહી છે. આના કારણે લોકોમાં નારાજગી વધારે જાવા મળી રહી છે. કારણ એ છે કે, સરકાર પણ હવે જુદા જુદા વિકલ્પો ઉપર વિચારણા કરી રહી છે. લોકો પાકિસ્તાની નારેબાજી કરવા મેદાનમાં આવી ગયા છે. ભારતીય સેનાને પણ દેશના લોકો અપીલ કરી રહ્યા છે કે, આગળ વધીને જડબાતોડ જવાબ આપવામાં આવે. ભારતીય સેનાને જવાબી હુમલા કરવા સતત કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી વારંવાર આ પ્રકારના ક્રૂરતાપૂર્વકના વર્તન કરવામાં આવી રહ્યા છે. સરકારને હવે માત્ર લોકો તરફથી જ નહીં બલ્કે વિરોધ પક્ષો તરફથી પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, મોદી હવે કાર્યવાહી કરવાના મામલામાં આગળ આવે. જમ્મુ કાશ્મીરમાં ૨૦૦ જવાનો શહીદ થઇ ચુક્યા છે. પાકિસ્તાને ફરી બે સૈનિકો સાથે કાયરતાપૂર્વકનું કૃત્ય કર્યું છે. ૫૬ ઇંચની છાતી દર્શાવવાનો હવે સમય આવી ગયો છે. ભારતમાં આ ઘટનાને લઇને આક્રોશ છે. પાકિસ્તાનના અધિકારી પ્રશ્નોના જવાબ આપવા તૈયાર નથી. પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસીતને જ્યારે આ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેઓ બચીને નિકળી ગયા હતા.

Related posts

કરમુક્ત ગ્રેચ્યુઇટીની મર્યાદામાં મોદી સરકારે કર્યો વધારો, લાખો નોકરિયાતોને થશે ફાયદો

aapnugujarat

આ વર્ષે દેશમાં ઠંડી ઓછી,ગરમી વધુ પડશે : હવામાન વિભાગ

aapnugujarat

એમસીડી ચૂંટણી : દિલ્હીને રોગમુક્ત બનાવવા કેજરીવાલનું વચન

aapnugujarat

Leave a Comment

URL