Aapnu Gujarat
મનોરંજન

કૃતિ નવી ફિલ્મમાં ગ્લેમરવગર દેખાશ

બરેલી કી બરફી ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યા બાદ આ ફિલ્મની ચારેબાજુ ચર્ચા છે. ફિલ્મમાં બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી કૃતિ સનુન નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ કામ કરી રહ્યા છે. આ પિલ્મને ૨૧મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કૃતિને હાલમાં સારી સારી ફિલ્મો મળી રહી છે. જેમાં તે એક ફિલ્મ રાબતામાં સુશાંત સિહ રાજપુત સાથે કામ કરી રહી છે. જ્યારે બરેલી કી બરફીમાં તે મુખ્ય રોલમાં કામ કરી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ કૃતિ સનુન આ ફિલ્મમાં ગ્લેમર વગરના રોલમાં નજરે પડનાર છે. નિર્દેશક અશ્વિની અય્યરના નિર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે. ગયા મહિનામાં ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. કૃતિ સનુન હાલમાં દિનેશ વિજનની ફિલ્મ રાબટામાં કામ કરી ચુકી છે. આ ફિલ્મનુ શુટિંગ મોરેશિયસમાં કરવામાં આવ્યુ હતુ. કૃતિ સનુને કહ્યુ છે કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. કૃતિ છેલ્લે શાહરૂખ ખાનની મોટી ફિલ્મ દિલવાલેમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે કાજાલ પણ નજરે પડી હતી. તે વરૂણ ધવનની સાથે દેખાઇ હતી. કૃતિ સનુન બોલિવુડમાં એકપછી એક ફિલ્મ મેળવી રહી છે ત્યારે તે સ્પર્ધામાં ટકી રહેવા માટે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં માનતી નથી. તે નંબર ગેમમાં પણ વિશ્વાસ રાખતી નથી.
સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. થોડાક સમય પહેલા હિરોપંતિ ફિલ્મમાં તે સારી ભૂમિકા કરી ગઇ હતી. ત્યારબાદથી તેની સતત નોંધ લેવાઇ રહી છે. તે માત્ર બોલિવુડની ફિલ્મોની ઓફર મેળવી રહી નથી. સાઉથની ફિલ્મોની ઓફર પણ તેની પાસે આવી રહી છે. બીજી બાજુ તેના સુશાંત સિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધોને લઇને થોડાક દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા. બન્નેના ફોટો પણ સપાટી પર આવ્યા હતા.

Related posts

पापा जैकी श्रॉफ की बायॉपिक करना चाहता हूं : टाइगर श्रॉफ

aapnugujarat

પ્રિયંકા-નિક રોમેન્ટિક સમય વિતાવવા આઈલેન્ડ પર પહોંચ્યા

aapnugujarat

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર

aapnugujarat

Leave a Comment

URL