સેક્સી સ્ટાર નરગીસ સાથે ફિલ્મ મળતા અભિનેતા રાજકુમાર રાવ ભારે ખુશ છે. રાજકુમાર રાવે કહ્યુ છે કે તે ફિલ્મને લઇને ભારે ઉત્સુક છે. નરગીસ ખુબ કુશળત અભિનેત્રી હોવાનો દાવો રાજકુમાર રાવ દ્વારા કરવામાં આવ્યો છે. . સલમાન ખાન સાથેની ફિલ્મ કિકમાં આઇટમ સોંગ કર્યા બાદ નરગીસ રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને અનેક સારી ફિલ્મોની ઓફર મળી હતી. નરગીસ બોલિવુડ ફિલ્મો જ નહી બલ્કે હોલિવુડ પ્રોજેક્ટમાં પણ દેખાઇ રહી છે. સાથે સાથે ફેશનની દુનિયામાં પણ સક્રિય છે. તે જાહેરાત મારફતે પણ જંગી કમાણી કરી રહી છે. નરગીસ ટુંક સમયમાં હોલિવુડ ફિલ્મ ૫ વિડિંગમાં રાજકુમાર રાવ સાથે નજરે પડનાર છે. નરગીસ પોતે પણ રાજકુમાર રાવની પ્રશંસા કરતા થાકી રહી નથી. નરગીસે કહ્યુ છે કે રાજકુમાર રાવ સાથે કામ કર્યા બાદ તે વધારે સારી અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. નમૃતા સિંહ ગુજરાલદ્વારા નિર્દેશિત ફિલ્મમાં નરગીસ અને રાજકુમાર રાવ પ્રથમ વખત કોઇ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. તેમની જાડીને લોકો પસંદ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ બોલિવુડમાં લગ્ન પર આધારિત છે. ફિલ્મમાં નરગીસ એક પત્રકારની ભૂમિકા અદા કરી રહી છે. નરગીસે કહ્યુ છે કે તેની બોલિવુડ કેરિયર હાલમાં સારી રીતે આગળ વધી રહી છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મને લઇને નરગીસ ઉત્સુક છે. રાજકુમાર રાવ બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહ્યો છે. જા કે સ્પર્ધાના યુગમાં તેની સામે કેટલાક પડકારો રહેલા છે. કારણ કે નવા નવા કલાકારો વધારે કુશળતા સાથે મેદાનમાં આવી રહ્યા છે. ટોપ સ્ટાર પણ હાલમાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે.
આગળની પોસ્ટ