Aapnu Gujarat
રમતગમત

મેરીકોમે પાંચમો ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો

ભારતની દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરીકોમે વધુ એક ઈતિહાસ રચતા એશિયન ચેમ્પિયનશિપમાં પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરીકોમે ૪૮ કિલો વર્ગમાં આ મેડલ પોતાના નામે કર્યો હતો પરંતુ સોનિયા લાથેરને (૫૭ કિલો) સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ ચેમ્પિયનશિપમાં ભારતે એક ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા મેરીકોમે ફાઈનલમાં નોર્થ કોરિયાની કિમ યાંગ મિને સર્વાનુમતે ૫-૦થી પરાજય આપ્યો હતો અને વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જોકે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ વિજેતા સોનિયાનો ફાઈનલમાં પરાજય થયો હતો અને આ ટુર્નામેન્ટમાં તે બીજી વખત રનર્સ અપ રહી હતી. સોનિયા ફાઈનલમાં ચીનની યિન જુનહુઆ સામે હારી ગઈ હતી.મેરીકોમે એશિયન ચેમ્પિયનશિપમાં પોતાની ગોલ્ડન કૂચ જારી રાખી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય બોક્સરનો દબદબો છે અને તેણે છ ફાઈનલમાં પાંચ ગોલ્ડ જીત્યા છે. જ્યારે એક વખત તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. મેરીકોમે ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૦ અને ૨૦૧૨ની એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

Related posts

ऑस्ट्रेलियाई ओपन : सेरेना विलियम्स का सपना टूटा

editor

આઈસીસી વિશ્વ કપ – ત્રણ ફાઇનલ, ત્રણેય વખત હાર્યું છે ઈંગ્લેન્ડ

aapnugujarat

अनु रानी ने रचा इतिहास, फाइनल में पहुंचने वाली पहली भारतीय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1