Aapnu Gujarat
મનોરંજન

સિમરન-ઝાંસી કી રાની ફિલ્મને લઇને કંગના વ્યસ્ત

રંગુન બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ બોલિવુડની ક્વીન તરીકે રહેલી કગના રાણાવત હાલમાં સિમરન અને ઝાસી કી રાની ફિલ્મમાં કામ કરી રહી છે. બન્ને ફિલ્મ તેની કેરિયર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. કંગના રાણાવત બન્ને ફિલ્મોને ન્યાય આપવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.ઐતિહાસિક ફિલ્મ ઝાંસી કી રાનીમાં તે ખાસ રસ લઇ રહી છે. આ ફિલ્મમાં તે રાની લક્ષ્મીબાઇની યાદદાર ભૂમિકા અદા કરી રહી છે. કંગનાએ કહ્યુ છે કે રંગુન ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની તમામે નોંધ લીધી હતી. જા કે ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. મોટા ભાગના જાણકાર લોકોએ રંગુનમાં તેની ભૂમિકાને શ્રેષ્ઠ ગણાવી હતી. જા કે ફિલ્મ નિષ્ફળ રહેતા નિરાશા હાથ લાગી હતી. અત્રે નોંધનીય છે કે કંગના છેલ્લે ખુબ જ મહત્વકાંક્ષી વિશાળ ભારદ્ધાજની ફિલ્મ રંગુનમાં નજરે પડી હતી. જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. રંગુનમાં તેની સાથે શાહિદ કપુર અને સેફ અલી ખાનની ભૂમિકા હતી. ૩૧ વર્ષીય કંગના રાંણાવત હાલમાં બે ફિલ્મમાં કામ કરી રહી છે. જે પૈકી એક સિમરન અને અન્ય ફિલ્મ ઝાંસી કી રાનીનો સમાવેશ થાય છે.કગના રાણાવત પાસે અન્ય ફિલ્મોની ઓફર આવી રહી છે પરંતુ તે પટકથાને ધ્યાનમાં લઇને આગળ વધવા ઇચ્છુક છે.કંગના રાણાવતને બોલિવુડમાં ટોપ ક્લાસ સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તે પોતાની કુશળતા અનેક વખત સાબિત કરી ચુકી છે. સાથે સાથે તે કોિ પણ સામાજિક વિષય પર પણ ટિપ્પણી કરવામાં અને પોતાના વિચાર રજૂ કરવા માટે જાણીતી રહી છે. જેના કારણે સ્ટાર અભિનેત્રી કંગના જાણીતી રહી છે.

Related posts

મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

aapnugujarat

भरोसेमंद कलाकार होना मर्यादा की बात: जैकलीन

aapnugujarat

सुशांत मामला : एनसीबी जांच में सारा, रकुल, सिमोन के भी नाम आए

editor

Leave a Comment

URL