સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ રાજ્યમાં અલ્પસંખ્યકોની ઓળખ કરીને તેમને લાભ અપાવવાને મુદ્દે જાહેરહિતની અરજી સંદર્ભે બેઠક બોલાવે અને તેનો અહેવાલ રજૂ કરે. આ કેસની આગામી સુનાવણી ૩૧ જુલાઈએ યોજાશે. મુખ્ય ન્યાયાધીશ જગદીશસિંહ ખેહરની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પીઠે અંકુર શર્મા દ્વારા દાખલ કરાયેલ જાહેરહિતની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો.
અંકુર શર્માની અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હિંદુઓ અલ્પસંખ્યક છે અને મુÂસ્લમો બહુમતીમાં છે. તેમ છતાં રાજ્યમાં ૬૮ ટકા મુÂસ્લમોને અલ્પસંખ્યકો તરીકે મળતા લાભો મળી રહ્યા છે. હકીકતમાં તો હિંદુઓને આ લાભો મળવા જાઈએ.
અંકુર શર્માની અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા ૫૦ વર્ષમાં રાજ્યમાં અલ્પસંખ્યકોની વસતી ગણતરી થઈ નથી અને અલ્પસંખ્યકો આયોગની રચના પણ કરવામાં આવી નથી. તેથી અલ્પસંખ્યક આયોગ બનાવવાની માગ પણ અરજીમાં કરવામાં આવી છે. ગત સુનાવણીમાં કોર્ટે કÌšં હતું કે જમ્મુ-કાશ્મીર અને કેન્દ્ર સામસામે બેસીને નક્કી કરે કે જમ્મુ-કાશ્મીરમાં મુÂસ્લમો અલ્પસંખ્યકો છે કે નહીં. તે પ્રમાણે અલ્સંખ્યકો તરીકે તેમને લાભો મળવા જાઈએ કે નહીં.