પાકિસ્તાન દ્વારા ભારતીય સૈનિકો સાથે કરવામાં આવેલા અમાનવીય કૃત્યની ઘટનાને પગલે ગૃહમંત્રી રાજનાથસિંહે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં છત્તીસગઢમાં સીઆરપીએફ જવાનો પર નકસલીઓના હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં ્પ્રવર્તી રહેલી ગંભીર Âસ્થતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહસચિવ રાજીવ મહર્ષી, આઈબીના રાજીવ જૈન, રોના અનિલ ધસમના, સીઆરપીએફના રાજીવ ભટનાગર વગેરે ઉપÂસ્થત રહ્યા હતા. એમ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા એક મહિનાની અંદર છથી વધુ વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ભારતીય સૈનિકો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે તેને વળતો જવાબ આપવા માટેની ગંભીર ચર્ચા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. અત્રે નોંધનિય છે કે ભારતીય એનએસએ ડોભાલે પણ ઘટના અંગે વડાપ્રધાનને વાકેફ કર્યા છે.