Aapnu Gujarat
ગુજરાત

વરિષ્ઠ નાગરિકો માટે શ્રવણ તીર્થદર્શન યાત્રા યોજનાનો આરંભ થયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસના અવસરે શ્રવણતીર્થ દર્શન યોજનાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકો સિનીયર સિટીજન્સને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ઠ સેવા યોજના છે. ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આ યોજનાનો શુભારંભ કરાવતાં તેમણે કહ્યું કે, આ સરકાર શ્રવણ બનીને વડિલોની વંદના કરવા આ યોજનાના માધ્યમથી પડખે ઉભી છે. રાજ્ય સરકારે આ માટે ૪ કરોડનું પ્રાવધાન કર્યું છે તેની ભૂમિકા આપતાં વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના નાના મોટા યાત્રાધામોનો પ્રવાસ એસટી તથા અન્ય બસોમાં નિયમાનુસાર ૫૦ ટકા ભાડા રાહત સાથે વરિષ્ઠ વડિલો કરી શકશે. તેમણે ઉમેર્યું કે, આપણી સંસ્કૃતિમાં યાત્રા કરનારા જેટલું પુણ્ય યાત્રા કરાવનારને મળે તેવી શ્રધ્ધા આસ્થા છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આવુ વરિષ્ઠ વડિલોનું યાત્રાપૂણ્ય અમે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સમગ્ર ગુજરાતના વિકાસ, શાંતિ સલામતિ સમૃÂધ્ધને સમર્પિત કરવાની ખેવના રાખી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયના યાત્રાધામોનો પ્રવાસ યાત્રા આ વડિલો વિના વિÎને શ્રધ્ધા આસ્થાથી કરી શકે અને પોતાનું નિવૃત જીવન શ્રધ્ધા ભÂક્તમાં બસર કરે તેવી નેમ છે. વિજય રૂપાણીએ યાત્રાધામોને ૨૪-૭ સ્વચ્છ સુઘડ રાખવા ૪૦ કરોડની યોજનાની પણ રૂપરેખા આપી હતી.

Related posts

ખૂન કેસ મામલે અસારવામાં નહીં પ્રવેશવાની શરતે યુવકને જામીન મળ્યાં

aapnugujarat

कृष्णनगर क्षेत्र में रहते वकील के आवास पर ५.०६ लाख की चोरी

aapnugujarat

સજીવ ખેતીના ક્ષેત્રમાં વડોદરા જિલ્‍લાના ખેડૂતોએ કાઠુ કાઢયું છે અને અન્‍ય ખેડૂતોને માર્ગદર્શક બન્‍યા

aapnugujarat

Leave a Comment

URL