ઉત્તર કોરિયાએ ચેતવણી આપતા ફરીવાર કહ્યું છે કે તે ક્યારે પણ તેનું વધુ એક પરમાણુ પરીક્ષણ કરી શકે છે. આ ચેતવણી એ સમયે આપવામાં આવી કે કોરીયન પ્રાયદ્વીપમાં યુદ્ધની સંભાવનાઓ વધી જાવા મળી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી આ વિસ્તારમાં સંકટ વધતું જઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર કોરિયાએ લાંબી રેન્જની મિસાઈલના રૂપમાં તેનું વધુ એક પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી છે. આ તૈયારી પાછળ એમ માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા સૈન્ય શÂક્તના ઉપયોગ માટે જે તૈયારીઓ થઈ રહી છે. આ તૈયારીઓમાંથી તેનું ધ્યાન બીજા કેન્દ્રિત થાય. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ જે પ્રમાણે તેની ગતિવિધિઓ ઝડપી કરી છે તેનો વળતો જવાબ આપવા માટે અમે પણ તૈયાર છીએ. કોરિયા દ્વારા ઘણા સમયથી પરમાણુ શÂક્તને વધારવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને અમેરિકા પણ ચિંતિત બન્યું છે. અમેરિકાએ તેના મિત્ર દેશ દક્ષિણ કોરિયા અને સમુદ્રી વિસ્તારમાં યુદ્ધ જહાજાને મોકલવાથી લઈ શરૂ કરેલી અન્ય સૈન્ય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ ઉત્તર કોરિયા તરફથી છઠ્ઠા પરમાણુ પરીક્ષણ માટે આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાએ છેલ્લા ૧૧ વર્ષમાં પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા છે. એમ માનવામાં આવે છે કે આ છઠ્ઠુ પરીક્ષણ તે મિસાઈલ દ્વારા કરશે. આ મિસાઈલની ક્ષમતા અમેરિકા સુધી નુકસાન પહોંચાડે તેવી છે. આ સંબંધમાં તેણે અમેરિકા સહિત અનેક દેશો તરફથી ચેતવણીઓ પણ આપવામાં આવી છે. હાલમાં બંને એકબીજાને ધમકીઓ આપી ચુક્યા છે. યુદ્ધની સંભાવનાને ધ્યાનમાં લઈ દક્ષિણ કોરિયા અને અમેરિકી સેના એક સાથે સૈન્ય અભ્યાસ કરી રહી છે. દરમિયાન, ઉત્તર કોરિયાએ આપેલા નિવેદનને પગલે Âસ્થતિ વધુ નાજુક બની છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ