Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં માત્ર વિકાસની રાજનીતિ ચાલશે : યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે દેશમાંથી હવે જાતિવાદી અને તુષ્ટીકરણની રાજનીતિ પુરી થઈ ગઈ છે અને માત્ર વિકાસની રાજનીતિ ચાલશે. લખનૌમાં પક્ષની એક બેઠકમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને દેશનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવી દીધું છે. આ દેશમાં હવે ધર્મ, જાતિ, સંપ્રદાય અને તુષ્ટીકરણની રાજનીતિ પુરી થવાની અણી ઉપર છે. ઉત્તરપ્રદેશ સરકારે તમામની આશાઓ ઉપર ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ગુંડારાજને ખતમ કરવા કામ કરી રહી છે. ૧૦૦ દિવસમાં તેઓ તમામ મુદ્દાઓ ઉપર હકારાત્મક પરિણામ આપશે. ભ્રષ્ટાચાર પર જીરો ટોલરન્સની નીતિ અપનાવશે. પ્રદેશમાં ૧૫મી જૂન સુધીમાં તમામ રસ્તાઓ ખાડામુક્ત બનશે. કાયદો અને ન્યાયની પરિÂસ્થતિ ફરી પાટા ઉપર આવશે. ૨૪ કલાક વીજળી આપવાથી ગામડાઓમાં વીજચોરી ઓછી થશે. તેમણે કહ્યું કે નવી ખાંડ મિલો પણ કાર્યરત કરવામાં આવશે. જેને લઈ વિકાસની ગાડી પાટા પર આવશે.

Related posts

सुशील कुमार मोदी राज्यसभा के लिए 2 दिसंबर को भरेंगे नामांकन

editor

मॉनसून में इस बार हो सकती है १० से १५ दिनों की देरी

aapnugujarat

ભારત ભૂતાનમાં બનાવશે સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર

aapnugujarat

Leave a Comment

URL