Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારનાં આરજેડી ધારાસભ્યની તુમાખી : અમારી સરકાર આદેશ કરશે તો જ લાલ લાઈટને હટાવીશ

દેશભરમાં તમામ વીઆઈપીઓની ગાડીમાંથી આજથી લાલ લાઈટ હટાવવાનો અમલ શરૂ થઈ ગયો છે. તેવા સમયે બિહારના આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના ધારાસભ્ય વિરેન્દ્રની ગાડી પર લાલ લાઈટ હજુ પણ યથાવત છે. તેમણે આ લાલ બત્તી કાઢવાનો સાફ ઈનકાર કરી દીધો છે. અત્રે નોંધનિય છે કે મોદી કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો દેશભરમાં અમલ શરૂ થઈ ગયો છે. રાજસ્થાન, હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં કેબિનેટના નિર્ણય પછી તરત જ અમલ શરૂ થઈ ગયો છે. જ્યારે આરજેડીના મનેર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા આ ધારાસભ્યને પૂછવામાં આવ્યું કે તેમમે હજુ સુધી કેમ લાલ લાઈટ યથાવત રાખી છે ત્યારે તેમણે કહ્યું કે કઈ કેબિનેટનો આ નિર્ણય છે. અમારા રાજ્યની સરકાર આ આદેશ આપશે તો તેનું હું પાલન કરીશ. ઉલ્લેખનિય છે કે ૧૯મી એપ્રિલે કેન્દ્ર સરકારે વ્હીકલ એક્ટમાં ફેરફાર કર્યો હતો જેને પગલે દેશભરમાં વીઆઈપી કલ્ચરનું પ્રતિક એવી લાલ, પીળી અને વાદળી લાઈટના ઉપયોગ પર પહેલી મે એટલે કે આજથી પ્રતિબંધ મુકવાની મંજુરી આપવામાં આવી હતી. આ નિયમનો અમલ આજથી દેશભરમાં શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ આ નિર્ણયની બહાર રાખવામાં આવ્યા નથી. જ્યારે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, આર્મી અને પોલીસ જેવી કેટલીક ઈમરજન્સી સેવાઓને વાદળી લાઈટન ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણય લેવામાં આવ્યો તે સમયે બિહારની નીતિશકુમાર સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો આ નિર્ણયની વિરૂદ્ધમાં હતા. કર્ણાટકના મુખ્યમંત્રી એસ.સીધારમૈયાએ પણ આ નિર્ણય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા તેમની ગાડી પરથી લાલ લાઈટ દુર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

Related posts

ડોકલામ ચીની નિર્માણ મુદ્દે જવાબની રાહુલની માંગણી

aapnugujarat

કેન્દ્ર જજોની ખાલી પડેલી નિમણૂંક કરે નહીં તો કાર્યવાહી તૈયાર રહે : કોલકાતા હાઈકોર્ટ

aapnugujarat

અમરનાથ યાત્રા દરમિયાન મોટા હુમલાનો ખતરો

aapnugujarat

Leave a Comment

URL