Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

યોગી આદિત્યનાથ સાંસદો અને ધારાસભ્યોને સપ્તાહમાં એકવાર મળશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમણે સાંસદો અને ધારાસભ્યોને મળવાના દિવસ અને સમય પણ નક્કી કર્યા છે. યોગી આદિત્યનાથે સાંસદો માટે દર શુક્રવારે એક કલાક મળવાનો નિર્ણય કર્યો છે જ્યારે સોમવાર અને ગુરૂવારે તેઓ ધારાસભ્યોને મળશે. મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ યોગી લોકોના પ્રશ્નોને લઈને ખૂબ જ સક્રિય છે. જ્યારે બીજી તરફ તેમણે વારંવાર લખનૌના આટાફેરા કરતા સાંસદો અને ધારાસભ્યોને પણ તેમના મતવિસ્તારમાં રહી લોકોની વચ્ચે વધુ સમય આપવા કડક આદેશ કર્યો છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ લખનૌના ફેરા કરવાના બદલે વધુમાં વધુ સમય લોકોના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સમય આપે. યોગી આદિત્યનાથના આ નિર્ણયને પગલે ધારાસભ્યો અને સાંસદો માટે હવે નવી મૂંઝવણ ઉભી થઈ છે કેમ કે લોકોની વચ્ચે એ જશે તો તેમણે તેમના વિસ્તારમાં કયા કયા વિકાસ કામો કર્યા છે તેનો હિસાબ પણ તેમણે લોકોને આપવો પડશે.

Related posts

યુવાનોમાં વધતી કટ્ટરતા સૌથી પડકારરૂપ સમસ્યા : રાજનાથસિંહ

aapnugujarat

PM addresses ‘Dialogue of Emerging Markets & Developing Countries’ in Xiamen

aapnugujarat

भारत ने आज 38 हजार करोड़ के हथियारों की खरीद की मंजूरी दी

editor

Leave a Comment

URL