Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

ભારત-તુર્કીની વચ્ચે ઉર્જા ક્ષેત્રે સંબંધ મજબૂત કરાશે : મોદી

ભારત-તુર્કી બિઝનેસ ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને તુર્કી વચ્ચે મજબૂત આર્થિક સંબંધ છે. આ સંબંધ હવે વધુ ભાગીદારી સાથે મજબૂત કરવામાં આવશે. આ બંને દેશો વિશ્વના ૨૦ સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશોમાં સમાવેશ થયા છે તેવા સમયે ઉર્જા ક્ષેત્રે ખાસ ભાર મુકવામાં આવશે. તેમણે કહ્યું કે બંને દેશો ઉર્જા ક્ષેત્રે ઉણપનો અનુભવ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની સાથે વડાપ્રધાને કહ્યું કે તુર્કી પર્યટન માટે દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુર્કી જવાવાળા ભારતીય પર્યટકોની સંખ્યા વધી છે. બંને દેશો વચ્ચે ૨૦૦૮માં વેપાર જે ૨.૮ અરબ ડોલર હતો તે બે ૨૦૧૬માં ૬.૪ અરબ ડોલર પર પહોંચ્યો છે. રાજનીતિક સંબંધ મજબૂત કરવા માટે હવે આર્થિક સંબંધ પણ મજબૂત કરવામાં આવે તે જરૂરી હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો મજબૂત કરવા માટે જીએસટીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં જીએસટીના અમલથી એક નવું આર્થિક વાતાવરણ તૈયાર થશે. અમારી સરકાર ત્રણ વર્ષ પહેલા આવી હતી. ત્યારથી અનેક આર્થિક સુધારા અમે લાગુ કરાવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે ૫૦ શહેરોમાં મેટ્રો રેલ અને હાઈસ્પીડ ટ્રેનની યોજના અમલમાં મુકવા માટેની યોજના તૈયાર થઈ રહી છે. આ અગાઉ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેફ તય્યપનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત કરી તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. તુર્કી સાથે વધુ મજબૂત સંબંધ સ્થાપવા માટે ભારત વધુ આર્થિક સુધારા લાગુ કરશે.

Related posts

भाजपा ने मोदी सरकार 2 की 50 दिन की जमीन से आसमान तक की उपलब्धियां गिनाई

aapnugujarat

ચૂંટણી રિઝલ્ટ બાદ કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો

aapnugujarat

तेजस्वी यादव ने अर्जी लगाकर ED के मामले में चल रहे ट्रायल पर रोक लगाने की मांग की

aapnugujarat

Leave a Comment

URL