સુપ્રિમ કોર્ટે કોલકતાના હાઈકોર્ટના જસ્ટીસ સી.એસ. કરનનની મેડિકલ તપાસ કરવા માટે મેડિકલ બોર્ડની રચના કરવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળના ડીજીપીને આ આદેશ કર્યો છે. જેમાં મેડિકલ તપાસ કરવાવાળાની મદદમાં પોલીસ અધિકારીઓની ટીમની પણ મદદ આપવાનો આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહરના નેતૃત્વવાળી સાત જજાની બેચે કહ્યું કે આ મેડિકલ બોર્ડ કોલકતાના સરકારી હોÂસ્પટલ દ્વારા રચવામાં આવે અને આઠ મે પહેલા સુપ્રિમ કોર્ટની સામે તેનો અહેવાલ રજુ કરવામાં આવે. કેટલાક મહિનાઓ અગાઉ જસ્ટીસ કનને વડાપ્રધાનને પત્ર લખી સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક જજા ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. જસ્ટીસ કરનને પ્રધાનમંત્રીને ૨૦ જજાની યાદી આપી છે. જેમાં તેમણે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. જસ્ટીસ કરનન ઘણા સમયથી વિવાદમાં રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કરનનની જ્યારે કોલકતા હાઈકોર્ટમાં બદલી થઈ ત્યારે તેના ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલું જ નહિં પરંતુ તેમણે ચીફ જસ્ટીસને નોટિસ જારી કરતા આ મામલામાં સુપ્રિમ કોર્ટને દરમિયાનગીરી કરવી પડી હતી અને ફેબ્રઆરી ૨૦૧૬ પછી તમામ નિર્દેશો પર રોક લગાવી દેવામાં આવી હતી. બાદમાં રાષ્ટ્રપતિના નિર્દેશ પછી કોલકતા હાઈકોર્ટમાં તેમણે કામગીરી સંભાળી. મદ્રાસ હાઈકોર્ટના જજ રહેતા જસ્ટીસ કરનને તમામને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તે સમયે તેમણે તેમના સાથી જજા પર અશ્લિલ શબ્દ પ્રયોગો કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહિ પરંતુ તેમણે અનુસૂચિત જાતિ અને જનજાતિના રાષ્ટ્રીય આયોગમાં પણ જજાની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે પત્રકાર પરિષદ યોજી આક્ષેપો મુક્યા હતા.