Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાક દ્વારા પૂંચમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું : બે જવાન શહીદ

નાપાક પાકિસ્તાન દ્વારા આજે ફરી એક વખત સીમા પર સીઝફાયરનો ભંગ કરવાની સાથે ભારતીય સૈનિકો સાથે બરબરતા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનો ભંગ કરવાની સાથે ભારતીય સૈન્ય ઉપર કરવામાં આવેલા ગોળીબાર દરમ્યાન બે ભારતીય જવાનોના અંગ પણ કાપી નાખવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ફરી એક વખત બંને દેશો વચ્ચે ભારે તનાવની પરિÂસ્થતિ જાવા મળી છે. પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી પાકિસ્તાન રેન્જર્સે બીએસએફની ચોકી પર રોકેટ લોન્ચરો પણ નાખ્યા હતા. જેમાં એક જેઓસી અને એક બીએસએફના હેડકોન્સ્ટેબલ શહીદ થઈ ગયા છે. આ ઉપરાંત એક જવાન ઈજાગ્રસ્ત બન્યો છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આજે ભારતીય જવાનોના શબ સાથે પણ બરબરતા કરવામાં આવી. વર્ષ ૨૦૧૩માં જે પ્રમાણે ભારતીય સૈનિકો સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે આજે ફરી એકવખત પાકિસ્તાની સેનાએ ભારતીય શહીદ જવાનોના અંગ છેદન કર્યા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે સેનાના ઉત્તરી કમાન દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેનાએ ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારતીય પોસ્ટો તરફ મોર્ટારથી ફાયરીંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ આ દરમિયાન બે ભારતીય જવાનોના મૃતદેહ સાથે પણ છેડછાડ કરી હતી અને તેમના અંગછેદન કર્યા હતા. નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેનાની આ ઘૃણાસ્પદ કાર્યવાહીનો વળતો જવાબ આપવામાં આવશે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સવારે ૮.૩૦ વાગે પૂંચ જિલ્લાના ક્રિષ્નાઘાટી સેકટરમાં નિયંત્રણ રેખા પર બીએસએફ ચોકી પર પાકિસ્તાની ચોકી તરફથી રોકેટ અને સ્વચાલિત હથિયારોની મદદથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રોકેટ લોન્ચરથી પણ હુમલા થયા હતા. એનએસએ ડાભોલે પ્રધાનમંત્રીની મુલાકાત કરી આ સમગ્ર મામલે તેમને વાકેફ કર્યા છે. એક અહેવાલ અનુસાર બોર્ડર એકશન ટીમના જવાન એલઓસી ક્રોસ કરીને ૨૦૦ મીટર અંદર સુધી ઘુસી ગયા હતા જ્યાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. પાકિસ્તાન તરફથી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગસ્ત લગાવી રહેલા ભારતીય જવાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તેઓને શીરછેદનમાં તૈયાર કરવામાં આવે છે. બેટમાં ૨૦૧૩માં આ પ્રકારની ઘટનાને પાકિસ્તાની સેના દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં મેન્ઢર સેકટરમાં એક શહીદ સૈનિકનું શીરછેદન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજાના મૃતદેહની સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા હતા. આ બરબર કાર્યવાહીનો પણ સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની આ હરકત એવા સમયે આવી છે કે જ્યારે એક દિવસ અગાઉ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ બાજવાએ એલઓસી નજીકના વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. જાકે એલઓસી ઉપર પાકિસ્તાને આજે નવેસરથી જે બરબરતા બતાવી છે તેને લઈને એમ માનવામાં આવે છે કે ગત વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ સ્ટ્રાઈકમાં પીઓકેમાં હયાત આતંકી કેમ્પોને તબાહ કરી નાખ્યા હતા. સેનાએ ઉરી વિસ્તારમાં સૈનિકોની શહાદત બાદ આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. જેમાં પાક અધિકૃત કાશ્મીરમાં અનેક આતંકી લોન્ચપેડને તબાહ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી આજે નવેસરથી કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન બાદ બહાર આવેલી વિગત મુજબ પાકિસ્તાની સેનાએ પૂંચ અને રાજારી સેકટરમાં નિયંત્રણ રેખા પર છેલ્લા મહિનામાં સાત વખત સીઝફાયરનું ઉલ્લંખન કર્યું છે. તેમણે ૧૯મી એપ્રિલના દિવસે પૂંચ સેકટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. તે અગાઉ ૧૭મી એપ્રિલે નોસેરામાં મોર્ટારથી હુમલા કર્યા હતા. આઠમી એપ્રિલે આજ સેકટરમાં અને પાંચ એપ્રિલે પૂંચ જિલ્લામાં આ સાથે ચાર એપ્રિલે ભીંભરગલી સેકટરમાં અને ત્રણ એપ્રિલે બાલાકોટે અને પૂંચ સેકટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

Related posts

રાહુલ ગાંધી ૧ માર્ચથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે

aapnugujarat

लक्ष्मी रतन शुक्ला के इस्तीफे पर ममता बनर्जी ने कहा, इसे नकारात्मक तरीके से न लें

editor

CJI का दफ्तर RTI के दायरे में आए या नहीं, मामले पर SC में सुनवाई आज

aapnugujarat

Leave a Comment

URL