Aapnu Gujarat
ગુજરાત

વિધાનસભાના ચૂંટણી જંગ : અડધો ડઝનથી વધુ કોર્પોરેટર ઉમેદવારી કરવા તલપાપડ

રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેના મતદાનની તારીખ જાહેર થઈ ગઈ છે આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન કોર્પોરેટરો પૈકી અડધોડઝનથી પણ વધુ કોર્પોરેટરો અને એક સમયે આ શહેરમાં મેયરપદ ભોગવી ચુકેલા એવા પૂર્વ મેયરો પણ પોતપોતાના ગોડફાધરોના શરણમાં ગયા છે જો તેમને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવામા આવે તો તેઓ આ વર્ષના ડીસેમ્બર માસમાં બે તબકકામા યોજાનારી વિધાનસભાની ચૂંટણીના જંગમા ઝુકાવવા ઉત્સુક બની ગયા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ૯ તેમજ ૧૪ ડીસેમ્બર એમ બે તબકકામા મતદાનની પ્રક્રીયા હાથ ધરવામા આવનાર છે જયારે ૧૮ મી ડીસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામા આવનાર છે.આ જંગમા ઝુકાવવા બે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા વર્તમાન કોર્પોરેટરોની સાથે કેટલાક પૂર્વ મેયરો પણ ઉમેદવારી કરવા ટિકીટ મેળવવા માટે અત્યારથી પોતપોતાના ગોડફાધરોના શરણમાં લાગી ગયા છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન મેયર ગૌતમ શાહ તેમના મત વિસ્તાર એવા નારણપુરા બેઠક માટે અન્ય દાવેદારોની સાથે ટિકીટ મેળવવાની દોટમા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરના પૂર્વ મેયર મિનાક્ષી પટેલ અમદાવાદ શહેરની વેજલપુર બેઠક માટે ટિકીટ માંગનારા અન્ય દાવેદારોની સાથે ટિકીટ મેળવવાના જંગમા છે.અમદાવાદ શહેરના અન્ય એક પૂર્વ મેયર અમિત પોપટલાલ શાહ કે જેમને વર્ષ-૨૦૧૨માં પક્ષ દ્વારા વેજલપુર બેઠક માટે ટિકીટની ફાળવણી કરવામા આવી હતી એ સમયે છેલ્લી ઘડીએ કિશોર ચૌહાણને પક્ષ દ્વારા ટિકીટ ફાળવી દેવામા આવતા તેમનુ પત્તુ કપાઈ ગયુ હતુ.પરંતુ આ વખતે ફરી એક વખત અમિત શાહ ટિકીટ મેળવવાની દાવેદારી કરી રહ્યા છે.અમદાવાદના અન્ય એક પૂર્વ મેયર કાનાજી ઠાકોર કે જેમને પક્ષ દ્વારા સંગઠનની જવાબદારી સોંપવામા આવી છે તેઓ પણ અંદરખાને વિધાનસભાની ટિકીટ મેળવવાની હોડમા હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.અમદાવાદ શહેરની ખાડિયા-જમાલપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઈમરાન ખેડાવાલા હાલ ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ટિકીટ મળે એવા પ્રયાસ કરી રહ્યા છે.જો બે માંથી એક પણ પક્ષ ટિકીટ આપવા તૈયાર નહીં થાય તો તેઓ અપક્ષ ઉમેદવારી કરશે એમ જાણવા મળ્યુ છે.આ ઉપરાંત પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખ દ્વારા ખાડિયા-જમાલપુરની બેઠક માટે દાવેદારી આગળ કરવામા આવી છે.આ સાથે રામોલ-હાથીજણના વર્તમાન કોર્પોરેટર અતુલ પટેલ દ્વારા વટવા બેઠક માટે દાવેદારી કરવામા આવી છે.ગત ચૂંટણીમા તેઓ પ્રદિપસિંહ જાડેજા સામે હારી ગયા હતા.અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ અને વર્તમાન વિપક્ષનેતા દિનેશ શર્મા દ્વારા પણ ઉમેદવારીનો દાવો આગળ કરવામા આવ્યો છે.વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કોર્પોરેસનના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કરી રહ્યા છે. પોતાની સ્થિતીને મજબુત કરવાના તમામ પ્રયાસ છે.

Related posts

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા

aapnugujarat

મોરબી પુલ દુર્ઘટના : જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને વાંધો નથી

aapnugujarat

ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

editor

Leave a Comment

UA-96247877-1