લોકસભાના એક સાંસદે દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે કે એક હાઇ પ્રોફાઇલ મહિલાએ તેમને હની ટ્રેપમાં ફસાવી લીધા છે. આરોપ મુકવામાં આવ્યા છે કે મહિલાએ સાંસદને પોતાના ઘરે બોલાવ્યા હતા અને નશીલી ચીજ આપી દીધી હતી. ત્યારબાદ આપત્તિજનક Âસ્થતીમાં ફોટો પાડી લીધા હતા. વિડિયો પણ બનાવી લીધા હતા. સાંસદે કહ્યુ છેકે આરોપી મહિલા હવે તેમને બ્લેકમેઇલ કરી રહી છે. તેમને આ ફોટો બદલ પાંચ કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. સાંસદ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસ આ મહિલાની તપાસ કરી રહી છે. સુત્રોએ કહ્યુ છે કે ગેંગે કથિત રીતે સાંસદને ધમકી આપી છે કે જા તેઓ પાંચ કરોડ રૂપિયા આપશે નહી તો તેમના ફોટો અને વિડિયો જાહેર કરી દેવામાં આવશે. પૈસા નહી આપવાની Âસ્થતીમાં મહિલાએ સાંસદને બળાત્કારના આરોપોમાં ફસાવી દેવાની ધમકી પણ આપી છે. સંપર્ક કરવામાં આવતા દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યુહતુ કે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સમગ્ર મામલામાં પ્રાથમિકતા આપી રહી છે. આશા છે કે પોલીસ ટુંક સમયમાં કેટલાક લોકોને પકડી પાડશે. પોતાની ફરિયાદમાં સાંસદે દાવો કર્યો હતો કે આરોપી મહિલાએ તેમની કેટલીક મદદ માંગી હતી. ત્યારબાદ ગાઝિયાબાદ Âસ્થત પોતાના આવાસ પર આવવા માટે કહ્યુ હતુ. ત્યાં પહોંચી ગયા બાદ મહિલાએ તેમને કથિતરીતે સોફ્ટ ડ્રિન્કસ આપી હતી. જેમાં નશીલી ચીજા ભેળવેલી હતી.
સાંસદે આરોપ કરતા કહ્યુ છે કે દવાની અસરના કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. ભાનમાં આવ્યા બાદ તેમને જાણવા મળ્યુ કે તેમને ફસાવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સાંસદની ફરિયાદ મળ્યા બાદ આ મામલામાં કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસ માટે ખાસ તપાસ ટીમ રચી છે. પોલીસને શરૂઆતની તપાસથી જાણવા મળ્યુ છે કે મહિલા બ્લેકમેઇલિંગનો કારોબાર કરે છે.