Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સંબંધનો અંત

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગઠબંધનને મળેલી કારમી હાર બાદ હવે આ ગઠબંધનનો અંત લાવવાની કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે. આની સાથે જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી હવે અલગ થઇ ગયા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે અમે હવે સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધનનો અંત લાવી રહ્યા છીએ. રાજ બબ્બરે કહ્યુ હતુ કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે આવનાર નગર નિગમની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. કોઇની સાથે ગઠબંધન કરવામાં આવનાર નથી. રાજ બબ્બરે કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી પર પણ આ વાત લાગુ થાય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર થયા બાદ પાર્ટીના હોદ્દેદારો સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કેટલીક વાતચીત કરી ચુક્યા છે. બબ્બરે કહ્યુ હતુ કે કોઇ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા પાર્ટીના નેતૃત્વ માટે જરૂરી છે કે તે ગઠબંધન અંગે વિચારણા કરે. હાલમાં જિલ્લા સ્તરના કાર્યકરો, ચૂંટણીના એવા વિજેતા સાથે બેઠક કરવામાં આવનાર છે જેમને એક લાખ કરતા વધારે મત મળ્યા છે. પાર્ટી હોદ્દેદારોને ચૂંટણી અને પ્રતિબદ્ધ કાર્યકરોને એકમત થવા માટે કહેવામાં આવ્યુ છે. હાલમાં જ યોજાયેલી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂટણીમાં તમામ રાજકીય પક્ષોનો સફાયો થયો હતો. ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી. ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર સત્તારૂઢ થઇ ચુકી છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકાર હાલમાં એકપછી એક કઠોર નિર્ણય કરી રહી છે. ભાજપને મોદી લહેર વચ્ચે રેકોર્ડ જીત મળી હતી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો સફાયો થયો હતો. ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને રાહુલ ગાંધીની જાડીને કોઇએ પસંદ કરી ન હતી.

Related posts

માલ્યાને ભાગેડુ કૌભાંડી ઘોષિત કરવાનો ચુકાદો ૫ જાન્યુઆરી સુધી અનામત

aapnugujarat

એક્ઝિટ પોલ અને ચૂંટણી રિઝલ્ટ બજારની દિશા નક્કી કરે તેવી વકી

aapnugujarat

बंगाल में लागू नहीं होने देंगे NRC : ममता

aapnugujarat

Leave a Comment

URL