મે ૨૦૧૪માં સત્તા સંભાળી લીધાના સપ્તાહ બાદ જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સાર્ક સેટેલાઇટ વિકસિત કરવા અપીલ કરીને તમામ ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હજુ ત્રણ વર્ષનો ગાળો થઇ રહ્યો છે ત્યારે સેટાળઇટને આખરી ઓપ આપી દેવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામા ંઆવી છે. આ સેટેલાઇટને સાઉથ એશિયા સેટેલાઇટ નામ આપવામાં આવ્યુ છે. પાકિસ્તાન આ પ્રોજેક્ટમાંથી ખસી ગયુ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ સાઉથ એશિયા સેટેલાઇટ શુક્રવારના દિવસે અથવા તો પાંચમી મેના દિવસે લોંચ કરવામાં આવનાર છે. આની સાથે જ મોદીનો અંતરિક્ષ કાર્યક્રમ ભારતને એક નવી પરિભ્રમણ કક્ષામાં મુકી દેશે. ઇસરો દ્વારા તૈયાર કરવામા ંઆવેલા આ સેટેલાઇટ પર ૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામા ંઆવ્યો છે. આ દુરસંચાર સેટેલાઇટ (જીસેટ-નવ) પડોશી દેશ માટે એક ભેંટ સમાન છે. સાર્ક દેશો સાથે સંબંધને મજબુત કરવામાં તેની ચાવીરૂપ ભૂમિકા રહી શકે છે. ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગના ક્ષેત્રમાં તે ઉપયોગી સાબિત થઇ શકે છે. લોંચની તારીખ નજીક આવી ગયા બાદ મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ગઇકાલે કહ્યુ હતુ કે સબકા સાથ સબકા વિકાસ જે સ્લોગન છે તે તમામ પડોશી દેશો માટે પણ લાગુ થાય છે.
પ્રદેશની આર્થિક અને વિકાસની બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવનાર છે. પડોશી દેશો સાથે સહકારને આ રીતે મજબુત કરી શકાશે. નેપાળ, ભુટાણ, માલદીવ અને બાંગ્લાદેશ તેમજ શ્રીલંકા આ મિશનમાં સામેલ થઇ ગયા છે. પાકિસ્તાન આ મિશનમાં સામેલ નથી. ભારત અન્ય પડોશી સાથે આગળ વધવા તૈયાર છે.