ફિલ્મ નિર્માતા દિનેશ વિજનની વાત તરત જ સ્વીકારી લઇને તેમની ફિલ્મ રાબતામાં ટાઇટલ ટ્રેક કરવા માટે સુપરસ્ટાર અભિનેત્રી દિપિકા તૈયાર થઇ ગઇ હતી. દિપિકાએ હાલમાં જ એક દિવસમાં આ ફિલ્મના ટાઇટલ ટ્રેકનુ શુટિંગ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ આ ટાઇટલ ટ્રેક ફિલ્મની લોકપ્રિયતા વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. રાબતા ફિલ્મના નિર્માતાએ દિપિકાને માત્ર એક મેસેજ કર્યો હતો અને ટાઇટલ ટ્રેક કરવા માટે કહ્યુ હતુ. દિપિકા તરત જ દિનેશની વાત માની ગઇ હતી. ત્યારબાદ બુડાપેસ્ટમાં એક રાત્રીમાં જ ટાઇટલ ટ્રેકનુ શુટિંગ કરી લેવામાં આવ્યુ હતુ. ફિલ્મ નિર્માતાએ કહ્યુ હતુ કે દિપિકાએ કોઇ વાત કર્યા વગર તે ફિલ્મમાં નાનકડી ભૂમિકા કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. વિજને કહ્યુ છે કે દિપિકા હમેંશા તેમના માટે લકી રહી છે. વિજન અને દિપિકા અગાઉ લવ આજ કલના ગાળા દરમિયાન સાથે કામ કરી ચુક્યા છે. સાથે સાથે કોકટેલમાં પણ સાથે હતા. રાબતા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુત અને કૃતિ સનુનની ભૂમિકા છે. આ ફિલ્મ નવમી જુનમા દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. દિપિકાના ટાઇટલ ટ્રેકના કારણે ફિલ્મમાં વધારે મશાલો ઉમેરી દેવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ