વર્ષ ૨૦૦૬માં આવેલી વિશાલ ભારદ્ધાજની ફિલ્મ ઓમકારામાં પ્રથમ વખત સૈફઅલી ખાન એક ખુબ જ અલગ અંદાજમાં નજરે પડ્યો હતો. શેક્સપિયરના નાટક આથેલો થી પ્રેરિત આ ફિલ્મના કારણે ૌફઅલીની કેરિયરમાં એક નવો વળાંક આવી ગયો હતો. હમેંશાથી જ રોમેÂન્ટક હિરોની ઇમેજમાં બંધાઇને રહેલા સેફના નવા અંદાજથી ચાહકો રોમાંચિત થઇ ગયા હતા. ફિલ્મમાં સેફ અલી ખાને લંગડા ત્યાગીની યાદગાર ભૂમિકા અદા કરી હતી. તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. નવા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સૈફઅલી ખાન ફરી આ જ અવતારમા નજરે પડનાર છે. મિડિયામાં આવી રહેલા હેવાલ મુજબ વિશાલ ભારદ્ધાજ પોતાની આ ફિલ્મની એક Âસ્પન ઓફ બનાવવા વિચારણા કરી રહ્યા છે. આના મારફતે ચાહકોને લંગડા ત્યાગીની લાઇફની પાછળની પટકથા જાણવાની તક મળશે. કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ હાલમાં પ્રિ પ્રોડક્શન તબક્કામાં છે. વિશાલ ભારદ્ધાજ રોબિન ભટ્ટ અને અભિષેક ચૌબેના સંયુક્ત નિર્માણ હેઠળ આ ફિલ્મની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ઓમકારા બાદ સેફ આ વર્ષે રજૂ થયેલી તેની ફિલ્મ રંગુનમાં છેલ્લી વખત નજરે પડ્યો હતો. જા કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ બતાવી શકી ન હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ આવક મેળવી શકી હતી. ફિલ્મમાં તેની સાથે શાહિદ કપુર અને કંગના રાણાવતની ભૂમિકા હતી. સૈફઅલી ખાન ત્રીજી વખત વિશાલ ભારદ્ધાજ સાથે કામ કરનાર છે. હાલમાં સૈફઅલી ખાન રાજા કૃષ્ણ મેમનની કોમેડી ડ્રામા ફિલ્મ શેફના શુટિંગમાં વ્યસ્ત છે જેનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે.