બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીન ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટીન બિબેરનુ એક હોસ્ટ તરીકે સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેની ટુર ગાઇડ બનીને મુંબઇની કેટલીક જગ્યાએ પણ તે બિબેરને લઇને જશે. બિબેર સાથે ડેટ પર જવા માટે કેટલીક ખાસ તૈયારી જેક્લીન હાલમાં કરી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ આ ખાસ પ્રસંગ માટે જેક્લીને એક હોલિવુડના જાણીતા સ્ટાઇલિસ્ટ મળી ગયા છે. આ હોલિવુડ ડિઝાઇનગર દ્વારા જેક્લીન માટે ખાસ ડ્રેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તે જ્યારે બિબેરની સામે જશે ત્યારે આ ડ્રેસમાં જ સજ્જ થઇને પહોંચી જશે. અહેવાલ મુજબ હોલિવુડના સુપરસ્ટાર વિન ડેઝલ, લિયામ હેમ્સવર્થ અને જેરેમી રેનર માટે ડ્રેસ તૈયાર કરનાર હોલિવુડના જાણીતા સ્ટાઇલિસ્ટ પૈરિસ લિબી દ્વારા જેક્લીન માટે ખાસ વ†ો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેક્લીન પોતે આ અંગે માહિતી આપી ચુકી છે. તેનુ કહેવુ છે કે તે ખાસ પ્રકારની તૈયારી કરી રહી છે. અત્રે નોંધનીય છે કે બિબેર આગામી મહિનામાં ભારત આવી રહ્યો છે. તે મુબઇમાં પરફોર્મ કરનાર છે. તે ૨૦મી મેના દિવસે નવી મુંબઇમાં ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર છે. આને લઇને બોલિવુડની અનેક હસ્તીઓ પણ ભારે ઉત્સાહિત થયેલી છે.
આ તમામ હસ્તીઓ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. કેટલીક હસ્તીઓ તો પરફોર્મ પણ કરનાર છે. સોનાક્ષી પણ તેમાં સામેલ હોવાના હેવાલ મળી રહ્યા છે.
આગળની પોસ્ટ