બાળક દત્તક લેવા ઇચ્છતાં મા-બાપને હવે ‘પિક એન્ડ ચૂઝ’નો વિકલ્પ નહીં મળે. નેશનલ એડોપ્શન બોડીએ કÌšં છે કે હવે બાળકોની જે પ્રોફાઇલ મોકલવામાં આવશે તેને માતા-પિતા સિલેક્ટ અથવા રિજેક્ટ કરી શકે છે પણ આ પ્રક્રિયામાં તેમને પસંદગીનો વિકલ્પ હવે નહીં મળે. નવો નિયમ સોમવારથી અમલી બનશે.હાલમાં બાળક દત્તક લેવા ઇચ્છા રાખતાં માતા-પિતાએ સરકારી એડોપ્શન પોર્ટલ કેરીંગ્સ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. કેરીંગ્સ માતા-પિતાને ત્રણ બાળકોની પ્રોફાઇલ મોકલાવે છે, જેમાં માતા-પિતા કોઈ એક બાળકને પસંદ કરી શકે છે.નવા નિયમ મુજબ માતા-પિતા બાળકને દત્તક લેવા માટે ૩ રેફરલ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે. આ ૩ રાઉન્ડમાં એક બાળકની પ્રોફાઇલ મોકલવામાં આવશે. આ રાઉન્ડ વચ્ચે ૯૦ દિવસનો ગાળો રહેશે. તેમને એક વારમાં બાળક સિલેક્ટ કે રિજેક્ટ કરવાનો હક મળશે પણ ત્રણેય રાઉન્ડમાં કોઈ એક બાળકને પસંદ કરવાનો હક નહીં મળે.
રાઉન્ડ પૂરો થયા બાદ જા માતા-પિતા કોઈ બાળકને પસંદ નહીં કરે તો તેમનું નામ પ્રતીક્ષાયાદીમાં છેલ્લે આવી જશે.પ્રોફાઇલ મોકલ્યા બાદ બાળકને પસંદ કરવા માટે માતા-પિતાને ૪૮ કલાકનો સમય આપવામાં આવશે. દત્તક માટે રાજી થવા પર કોર્ટમાંથી એડોપ્શન ઓર્ડર મેળવતાં પહેલાં ૨૦ દિવસનો સમય ઔપચારિકતા પૂરી કરવા માટે આપવામાં આવશે.
હાલમાં ૧૫ હજાર પેરન્ટ્સ વેબ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે જ્યારે દત્તક આપી શકાય એવાં બાળકોની સંખ્યા ફક્ત ૧,૮૦૦થી ૨,૦૦૦ જેટલી જ છે. ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના સીઈઓ દીપકકુમારે જણાવ્યું કે અમે બાળકને એક પ્રોડક્ટ કે વસ્તુ તરીકે રિફર કરવાની પ્રક્રિયાને અટકાવવા માગીએ છીએ, જેમાં માતા-પિતાને બાળક માટે ‘પિક એન્ડ ચૂઝ’નો વિકલ્પ નહીં મળે છે.