Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ભાજપ-સંઘની બેઠકમાં બોલ્યા યોગીઃ માત્ર ‘ગૌ માતા કી જય’ બોલવાથી રક્ષા નહીં થાય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ બીજી વખત ગોરખપુર આવેલા યોગી આદિત્યનાથે રવિવારે સવારે ગૌશાળામાં ગાયને ઘાસ ખવરાવી દિવસની શરૂઆત કરી હતી. જે બાદ તેમણે જનતા દરબાર યોજ્યો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં તેમની સમસ્યાઓ લઇને આવ્યા હતા. રવિવારે ભાજપ સંઘની બેઠકમાં સીએમ યોગીએ કÌšં કે માત્ર ‘ગૌંમાતા કી જય’ બોલવાથી ગાયની રક્ષા નહી થાય.રવિવારે નૌતનવાં બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠીએ સીએમ યોગીની મુલાકાત કરી હતી. ત્રિપાઠીએ કÌšં કે મહારાજના આશીર્વાદ મળશે તો ભાજપમાં સામેલ થઇ જઇશ.દેવરિયામાં જાહેરસભાને સંબોધિત કરતી વખતે ઉત્તરપ્રદેશની છાપ બદલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.યોગી આદિત્યનાથના કહેવા પ્રમાણે, યુપીની છાપ પડી છે ‘જ્યાં ખાડાવાળા રસ્તા શરુ થાય તે ઉત્તરપ્રદેશ, જ્યાં સાંજ પડ્યે અંધારું છવાઈ જાય, તે ઉત્તરપ્રદેશ’ પરંતુ આ છાપ બદલવા સરકાર કટિબદ્ધ છે.યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, તા. ૧૫મી જૂન સુધીમાં ઉત્તરપ્રદેશના તમામ માર્ગો ખાડામુક્ત થઈ જશે.
આદિત્યનાથે દરેક જિલ્લા મથકે ચોવીસેય કલાક, તાલુકા મથકે ૨૦ કલકા તથા ગ્રામીણ વિસ્તારોમાં ૧૮ કલાક વીજળી આપવાની વાત કરી હતી.ગોરખપુરમાં યોગી આદિત્યનાથે ભાજપ અને સંઘની સંકલન સમિતિની બેઠકને સંબોધિત કરી હતી.યોગીએ કÌšં, માત્ર ‘ગો માતા કી જય’ બોલવાથી ગાયોનું સંરક્ષણ નહીં થાય. પરંતુ તેના માટે આપણે તમામે આપણા સ્તર પર પ્રમાણિક્તાપૂર્વક પ્રયાસ કરવા પડશે.આપણે મહાપુરુષોને પણ જાતિના આધારે વિભાજીત કરી દીધા છે. આજે દરેક જાતિનો એક મહાપુરુષ થઈ ગયો છે.રવિવારે નૌતનવાં બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય અમનમણિ ત્રિપાઠીએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે બેઠક કરી હતી.મીડિયાના સવાલના જવાબમાં ત્રિપાઠીએ કÌšં,જા મહારાજના આશીર્વાદ મળ્યા તો ભાજપમાં સામેલ થઈ જઈશ.ઉલ્લેખનીય છે કે, અમનમણિ ત્રિપાઠી પર તેમની પત્નીની હત્યા કરવાનો આરોપ છે.અમનના પિતા અમરમણિ ત્રિપાઠી કવિયત્રીની હત્યાના આરોપ સબબ જેલમાં છે.યોગીએ બીજેપી કાર્યકરોની બેઠકમાં કÌšં કે, ‘અમે એક મહિનામાં કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ સુધારી દેશું. કાયદાને હાથમાં લેનારને છોડવામાં નહીં આવે. મહિલાની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. ખેડૂતોના હિત સાથે પણ કોઈ સમાધાન કરવામાં નહીં આવે. યુપીમાં વિકાસ અને સુરક્ષાના મુદ્દાને સર્વોપરી બનાવવાનો છે. આ માટે તમારા સહકારની જરૂર છે. ‘

Related posts

યૂપીમાં રમઝાન માટે સંઘનું મેન્યૂ, ગાયના દૂધથી ખોલવામાં આવશે રોઝા

aapnugujarat

બજેટમાં મનરેગા માટે ૬૦,૦૦૦ કરોડની જંગી રકમ મળી

aapnugujarat

હનીપ્રીતની લાંબી પુછપરછનો દોર યથાવતરીતે જારી રહ્યો

aapnugujarat

Leave a Comment

URL