ભારત ૫ મેના રોજ ધ સાઉથ એશિયન સેટેલાઈટ લોન્ચ કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આને પાડોશી દેશો માટે અમૂલ્ય ભેટ ગણાવી છે. વડાપ્રધાને કÌšં હતું કે આ પ્રોગ્રામ સબ કા સાથ સબ કા વિકાસનો ભાગ છે. સાર્કના આઠમાંથી સાત દેશો આ પ્રોજેક્ટનો ભાગ બનશે પરંતુ પાકિસ્તાને ભારતની આ અમૂલ્ય ભેટ લેવાની ના પાડતા પ્રોજેક્ટમાં જાડાશે નહીં.વડા પ્રધાને રવિવારે પોતાના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં જણાવ્યું હતું કે અમે હંમેશા સબ કા સાથ સબ કા વિકાસ (સહુનો સાથ, સહુનો વિકાસ)ના વિચાર સાથે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિચાર ફક્ત ભારત પૂરતો જ મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક છે ખાસ કરીને પાડોશી દેશ સાથે. આપણા પાડોશી દેશોનો યોગ્ય સાથ સહકાર રહેવો જાઈએ અને તેમનો પણ વિકાસ થવો જાઈએ.
૫ મેચ ભારત સાઉથ એશિયા સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટનો હેતુ આ પ્રોજેક્ટમાં સામેલ દેશોના વિકાસમાં મદદરૂપ થશે, તેમ જણાવતા મોદીએ કÌšં હતું કે ભારત તરફથી આ એક અમૂલ્ય ભેટ છે જે સમગ્ર સાઉથ એશિયાના વિકાસ માટે મદદરૂપ થશે.
આ પ્રોજેક્ટ સાઉથ એશિયા પ્રત્યેની આપણે પ્રતિબદ્ધતા દેખાડે છે. આ સેટેલાઈટ સમગ્ર સાઉથ એશિયાના વિકાસમાં મહત્વનો સાબિત થશે.
તેમણે કÌšં હતું કે આ સેટેલાઈટ દ્વારા કુદરતી ખનીજા શોધવા, ટેલી મેડિસિન, ભણતર, આઈટી કનેÂક્ટવિટી અને લોકોનો લોકો સાથેનો સંપર્ક વધશે. તેમણે આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા તમામ દેશોનો આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટમાં ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, ભુતાન, શ્રીલંકા, માલદિવ્સ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.