Aapnu Gujarat
તાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટીને છે દમદાર યુવા ચહેરાની શોધ, ટેલેન્ટ હંટનું આયોજન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ અગાઉ ‘ન્યૂ ઈÂન્ડયા’ના સૂત્રોચ્ચાર સાથે ભાજપમાં નવયુવાનો અને જાશીલા ચહેરાની શોધ શરૂ કરવામાં આવી છે. આ શોધ હેઠળ પાર્ટી ટેલેન્ટ હંટનું પણ આયોજન કરશે.
વડાપ્રધાને ઘણા કાર્યક્રમોમાં યુવાઓને પણ તક આપવાની વાત કરી છે. તેમણે ભુવનેશ્વરમાં ભાજપની રાષ્ટÙીય કારોબારીની બેઠકમાં તેનું પુનરાવર્તન કર્યું હતું.હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહીત ભાજપના નૈતૃત્વને એ વાતનો ભરોસો છે કે, સરકારની નીતિઓ લોકો સુધી પહોંચી રહી છે અને હવે તેના વિશે લોકોને વ્યાપક સ્તરે જણાવવાની જરૂર છે. વડાપ્રધાને ભાજપની સંસદીય દળની બેઠકમાં વારંવાર આ મુદ્દા પર ભાર મૂક્્યો છે.
પાર્ટીના સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન ઇચ્છે કે, દેશભરમાં એવા યુવા ચહેરા શોધવામાં આવે જેનાથી લોકો સુધી ભાજપનો સંદેશો પહોંચી શકે અને ભારતની નવી પેઢી વચ્ચે પાર્ટીનો આધાર મજબૂત કરવામાં આવે. તેને લઈને ઘણા પ્રકારના સૂચનો પણ મળી રહ્યા છે, જેમ કે મોક સંસદનું આયોજન, ચર્ચા, વિચાર-વિમર્શ કરવું વગેરે. પાર્ટી એવા પ્રવક્તા ઇચ્છી રહી છે જે યુવાનોને પોતાની સાથે જાડી શકે.ભાજપ ઇચ્છે કે, નવા ચહેરા દેશના સામાન્ય નાગરિક સુધી અને સામાન્ય નાગરિકના મુદ્દા પર વધુ સારું રિસર્ચ કરવા સક્ષમ હોય અને તેઓની પાર્શ્વભૂમિકા અપરાધ રહિત હોય. અત્યાસ સુધી પાર્ટી દ્વારા મોટા પાયે મેમ્બરશિપ અભિયાન ચલાવવામાં આવ્યું છે. હવે આગામી તબક્કામાં પાર્ટીમાં સારા પ્રવક્તાઓને લાવવાનું રહેશે. વડાપ્રધાન મોદીએ હાલમાં જ પાર્ટી કાર્યકર્તાઓને કÌšં હતું કે, આગામી લોકસભાની ચૂંટણી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લડાશે અને તેઓને કહેવામાં આવ્યું હતું કે તમામ વર્ગના લોકો સુધી પહોંચવા માટે પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરે.

Related posts

मिस वर्ल्ड मानुषी प्रधानमंत्री मोदी से मिली

aapnugujarat

ઈન્કમટેક્સ વિભાગે ૪૩ અબજ ડોલરની સંપત્તિ જપ્ત કરી

aapnugujarat

तीन तलाक पर ओवैसी बोले मोदी सरकार को मुस्लिम महिलाओं से हमदर्दी, हिंदुओं से क्यों नहीं?

aapnugujarat

Leave a Comment

URL