Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાર્કમાં બેન્ચ પર બેસવાની બાબતે ઓસ્ટ્રેલિયામાં પટેલ દંપતી પર વંશીય હુમલો

સિડનીના જાણીતા લુના પાર્કની મુલાકાતે ગયેલો પટેલ દંપતી પર વંશીય હુમલાનો શિકાર બન્યો હતો. અજાણી મહિલાએ પટેલની ૧૫ સપ્તાહની પ્રેગનન્ટ પત્નીને બેસવા જગ્યા ન આપતા મામલો બિચક્યો હતો. પટેલ યુવકે આ ઘટનાનો વીડિયો શૂટ કરીને લુના પાર્કના અધિકારીઓને પુરાવા રૂપે આપ્યો છે તથા પોલીસ પણ પટેલનો સંપર્ક કરીને આ અંગે તપાસ કરી રહી છે.
૩૩ વર્ષીય ઉત્સવ પટેલ અને તેમની ૧૫ સપ્તાહની પ્રેગનન્ટ પત્ની તથા ૪ વર્ષની પુત્રી સાથે ૨૨ એપ્રિલને શનિવાર રોજ સિડનીના જાણીતા લુના પાર્કની મુલાકાતે ગયા હતા. ઉત્સવ તેમની પ્રેગ્નન્ટ પત્નીને બેસાડવા માંગતા હતા કારણ કે, તેઓ તેમની પુત્રીને એક રાઈડમાં બેસાડવા જઈ રહ્યા હતા.શૂટ કરેલા વીડિયોમાં જાવા મળે છે કે, અગાઉથી બેન્ચ પર બેસેલી અજાણી મહિલા વારંવાર બૂમો પાડી રહી હતી અને ગંદી ગાળો બોલી રહી હતી. ઉત્સવ પટેલે જઈને વિનમ્રતાથી પૂછ્યું કે, મારી પત્ની અહીંયા બેસી શકે? બસ, ત્યારબાદ અજાણી મહિલા ભડકી ઉઠી અને જેમ-તેમ બોલવા લાગી. મહિલા બૂમો પાડીને વારંવાર કહી રહી હતી કે, તમે અહીંથી જતા રહો. જ્યારે મહિલાનું ગાળો આપવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, ‘મને તે લોકો નથી ગમતા.’

Related posts

Major blast claimed by Taliban in Kabul; Death toll risen to 16

aapnugujarat

India and Pakistan should extend hand of friendship towards each other : China

aapnugujarat

India dismissed Pakistan’s allegations of politicising FATF

aapnugujarat

Leave a Comment

URL