Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

સંઘની વિચારધારા તમામ સમસ્યાઓનું નિવારણ છે : ગડકરી

મુંબઇમાં આયોજિત એક પુસ્તક વિમોચનના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ હાજરી આપીને આરએસએસની વિચારધારા પર નિવેદન આપ્યુ હતુ. તેમણે કÌš કે દેશની તમામ સમસ્યાઓ માટે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પાસે એક સમાધાન છે – આરએસએસની વિચારધારા. કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ કÌš કે, આરએસએસના વિચારો સામાજિક-આર્થિક સમાનતા અને રાષ્ટÙવાદી હોય છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સંઘના કાર્યો તમામ સમસ્યાઓનો ઉકેલ છે. સામાજિક અને આર્થિક વિકાસનું આરએસએસનું મોડેલ સમગ્ર દુનિયાને માર્ગ બતાવી શકે છે.ગડકરી અનુસાર માર્ક્સવાદ અને સમાજવાદ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન નિષ્ફળ પુરવાર થયા છે. તેમના અભિપ્રાય અનુસાર સંઘ પોતાના વિશ્વાસ અને પ્રતિબદ્ધતાના કારણે નકારાત્મક પ્રચારથી દૂર રહી શક્્યુ છે.ગડકરીનું કહેવુ હતુ કે લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, ચરિત્ર નિર્માણ અને દેશ સેવા સાથે જાડવા માટે આરએસએસના કાર્યોથી પરિચિત કરાવવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર સમાજમાં આરએસએસને લઇને ધારણાઓ બદલવા માટેના કામ થવા જાઇએ. ગડકરીએ દાવો કર્યો છે કે આરએસએસની હિંદુત્વ વિધારધારા તમામ ધર્મો અને વર્ગના લોકોને સાથે લઇને ચાલે છે.ગડકરી જે કાર્યક્રમમાં હાજર હતા તેનું આયોજન રમેશ મહેતાના પુસ્તકના વિમોચન માટે કરવામાં આવ્યું હતુ. આ પુસ્તકમાં વર્ષ ૧૯૨૫થી લઇને ૧૯૯૬ સુધી આરએસએસના ઇતિહાસનો ઉલ્લેખ છે. કાર્યક્રમમાં યૂપીના રાજ્યપાલ રામ નાઇક પણ હાજર રહ્યા હતા. તેમનું કહેવુ છે કે વર્ષ ૧૯૯૬ બાદના આરએસએસના ઇતિહાસ અને પ્રવૃતિઓ પર પણ શોધ કરવાની જરૂર છે.

Related posts

Winter session of Parliament from Nov 18

aapnugujarat

अमरनाथ श्राइन बोर्ड ने मानी मांग, 18 जून के बाद लंगर संस्थाओं के लिए खुलेगी जवाहर टनल

aapnugujarat

રાહુલ ગાંધી ૯ જાન્યુ.એ જયપુરથી ૨૦૧૯ ચૂંટણીના શ્રીગણેશ કરશે

aapnugujarat

Leave a Comment

URL