ટ્રમ્પે પોતાના કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. ત્યારે અમેરિકામાં વોશિંગ્ટન સહીતના શહેરોમાં ટ્રમ્પના વિરોધમાં સેંકડો લોકો સડકો પર ઉતરી આવ્યા છે.આ લોકો જળવાયુ પરિવર્તનને લઈને રેલીઓ કરી રહ્યાં છે અને તેઓ ટ્રમ્પના માર્ગેથી હટો- તેવા સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. વોશિંગ્ટન ખાતેની રેલીમાં ભાગ લેનારા દેખાવકારનું કહેવું હતું કે જા તેઓ કંઈ કરશે નહીં તો ઘણી ચીજા દાંવ પર લાગશે. તેઓ વધુ વાયુ પ્રદૂષણની વાત કરી રહ્યાં છે અને આપણા પાણીમાં આર્સેનિક જેવા તત્વો છે. તેઓ આ હવા અને પાણીને પ્રભાવિત કરી શકે છે. જેમાં બાળકો શ્વાસ લઈ રહ્યાં છે અને તેઓ આ પાણી પીવે છે.
શિકાગોની રેલીમાં ભાગ લેનારા પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે ટ્રમ્પ દેશના મોટાભાગના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં નથી અને મોટાભાગના લોકો જેમાં વિશ્વાસ કરે છે.
ટ્રમ્પની નીતિઓ તેનાથી બિલકુલ વિરોધાભાસી છે. જેવી કે સમાનતા, નિષ્પક્ષતા, ન્યાય, નાગરિક અધિકાર, માનવાધિકાર, પર્યાવરણ અધિકાર, પર્યાવરણ માટે ન્યાય જેવી બાબતો આ યાદી લાંબી છે.ગત મહિને ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ વખથે જળવાયું પરિવર્તન રોકવા માટે જાહેર કરવામાં આવેલી નીતિઓને ખતમ કરનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.ટ્રમ્પે જળવાયુ પરિવર્તનના મુદ્દાને જ એક છેતરપિંડી ગણાવી છે.
તેમણે આ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરતાં કÌšં હતું કે આનાથી કોલસાને લઈને થઈ રહેલો વિરોધ અને નોકરીઓ ખતમ કરનારી નીતિ સમાપ્ત થશે. આ નવા આદેશ હેઠળ ઓબામાની સ્વચ્છ ઊર્જા યોજનાને રદ્દ કરવામાં આવી છે અને પેટ્રોલિયમ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે.ટ્રમ્પે આ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને તેને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. પર્યાવરણ સુરક્ષા સમૂહોએ પહેલા પણ ટ્રમ્પની જળવાયુ પરિવર્તનની નીતિઓની ટીકા કરી છે. તેઓ માને છે કે ટ્રમ્પની નીતિઓથી અમેરિકાના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો પેદા થઈ શકે છે.