ગયા વર્ષે કથિત રીતે ઈસ્લામિક સ્ટેટ સાથે જાડાનારો કેરળનો રહેવાસી અફઘાનિસ્તાનમાં અમેરિકન હુમલામાં માર્યો ગયો છે. સામાજિક કાર્યકર્તા બી.સી.એ રહીમને જણાવ્યું હતું કે સોશિયર મીડિયા એÂપ્લકેશન ટેલીગ્રામ દ્વારા યાહયાના પરિવારને શનિવારે રાત્રે મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારા અસફાકે કÌšં હતું કે યાહયા અમેરિકન હુમલામાં ‘શહીદ’ થઈ ગયો છે.મેસેજમાં લખ્યું હતું કે તે અમેરિકન સૈનિકો વિરુદ્ધ લડતા લડતા માર્યો ગયો હતો.
જાકે, મેસેજમાં તે જણાવવામાં આવ્યું ન હતું કે તેનું મોત ક્્યારે થયું હતું. પલક્કડ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે હજી સુધી આ અહેવાલની પુષ્ટી કરી નથી. જાકે, મેસેજ મળ્યાનું સ્વીકાર્યું હતું. યાહયાએ ઈસ્લામ અંગીકાર કર્યો હતો. મધ્યપૂર્વમાં ગયા બાદ ગાયબ થયેલા ૨૧ લોકોમાં યાહયાનો સમાવેશ થતો હતો. માનવામાં આવી રÌšં છે કે આ લોકો સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના સભ્ય બન્યા હતા.૧૫ દિવસ પહેલા પલક્કડ જિલ્લાના પાડના વિસ્તારનો મુર્શીદ મોહમ્મદ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઈસ્લામિક સ્ટેટમાં યુવાનો જાડાઈ રહ્યા હોવાની વાત સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.