Aapnu Gujarat
ગુજરાત

નીચલી કોર્ટોમાં દિવાળીમાં અઠવાડિયાનું વેકેશન રહેશે

રાજયની તમામ નીચલી કોર્ટોમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના નિર્ણય મારફતે દિવાળી વેકેશનમાં ત્રણ દિવસની રજા વધારી આપી છે, અત્યાર સુધી નીચલી કોર્ટોમાં દિવાળીના વેકેશન દરમ્યાન વકીલોને માત્ર ચાર જ દિવસની રજા મળતી હતી, પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ રાજયની તમામ જિલ્લા-તાલુકા અદાલતોમાં કુલ સાત દિવસનું એટલે કે, એક સપ્તાહનું વેકેશન દિવાળીના તહેવાર દરમ્યાન મળશે. હાઇકોર્ટના આ હકારાત્મક અભિગમને પગલે વકીલઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત, શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલ સહિતના હોદ્દેદારોના પ્રતિનિધિમંડળે ગુજરાત હાઇકોર્ટના ચીફ જÂસ્ટસને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે, રાજયની તમામ જિલ્લા-તાલુકા અદાલતોમાં દિવાળીના તહેવાર દરમ્યાન માત્ર ચાર જ દિવસનું વેકેશન હોય છે. દિવાળીના તહેવાર દરમ્યાન વકીલો તેમના પરિવાર સાથે તહેવાર માણી શકે તેવો આ એક જ સમયગાળો હોય છે. દિવાળીના તહેવારમાં કયાંક બહારગામ જવું હોય તો પણ વકીલો તેમના પરિવારજનો સાથે જઇ શકતા નથી કારણ કે, નીચલી કોર્ટોમાં માત્ર ત્રણ જ દિવસનું વેકેશન હોય છે, તો આ સંજાગોમાં વેકેશનની રજાઓ વધારી આપવામાં આવે તો, વકીલો તેમના પરિવારજનો સાથે દિવાળીના તહેવારની મોજ માણી શકે. હાઇકોર્ટના ચીફ જÂસ્ટસ આર.સુભાષ રેડ્ડીએ બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળની રજૂઆતને ગ્રાહ્ય રાખી દિવાળી વેકેશનમાં વધુ ચાર રજાઓ વધારી સાત દિવસનું વેકશન નીચલી કોર્ટો માટે જાહેર કર્યું હતું. જા કે, ચીફ જÂસ્ટસે વકીલોને વર્ષના જે ત્રણ વર્કીગ સેટર ડે(ચાલુ શનિવાર) આવતા હોય ત્યારે કોર્ટ કામકાજ ચાલુ રાખવા તાકીદ કરી હતી. પ્રતિનિધિમંડળે ચાલુ શનિવારના દિવસે કોર્ટ કામકાજ ચાલુ રાખવાની તત્પરતા દાખવતા ચીફ જÂસ્ટસે રાજયની તમામ જિલ્લા-તાલુકા અદાલતોમાં એક સપ્તાહના વેકેશનના નિર્ણયને મંજૂર કર્યો હતો. હાઇકોર્ટે દિવાળી વેકશનની રજાઓ વધારી આપતાં રાજયના વકીલઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related posts

જિજ્ઞેશ ભજીયાવાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

aapnugujarat

आंगलधरा में वजनकांटा के संचालक पर फायरिंग हुई

aapnugujarat

૧૮૦૦૦ ગામડાંની જમીન માપણી કામ પૂર્ણતાના આરે

aapnugujarat

Leave a Comment

URL