પિંકના કિર્તી કુલ્હારીના શાનદાર અભિનયની તમામે નોંધ લીધી હતી અને તમામને આકર્ષિત પણ કર્યા હતા. શેતાન ફિલ્મમાં પણ તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. જા કે પિંક ફિલ્મના કારણે તેની ઓળખ ઉભી થઇ છે. ખીચડી દ મુવી ફિલ્મ સાથે કેરિયરની શરૂઆત કરનાર કિર્તી માને છે કે, પિંક ફિલ્મ તેની લાઇફમાં ટ‹નગ પોઇન્ટ તરીકે સાબિત થઇ રહી છે. હવે તેને સારી ફિલ્મોની ઓફર મળી રહી છે. એક આર્મી ફેમિલીથી હોવાના કારણે ખુબ જ શિસ્તમાં રહેવાની જરૂર પડે છે. તે બાળપણથી જ અભિનેત્રી બનવા માટે ઇચ્છુક હતી. ફેમિલીનો ટેકો હોવા છતાં તે એક્ટિંગ શિખવા માટે ગઈ નહતી. એક્ટિંગ સ્કીલને ચકાસવા માટે થિયેટરની મદદ લેવામાં આવી હતી. સૌથી પહેલા એડની ઓફર મળી હતી. ત્યારબાદ ખીચડી અને શેતાન જેવી ફિલ્મો મળી હતી. અમિતાભ બચ્ચન સાથેની પિંક ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. એકંદરે કહી શકાય છે કે, બોલીવુડમાં તેની કેરિયરની શરૂઆત ખુબ સારી થઇ છે. પિંક બાદ હવે ઇન્દુ સરકાર નામની ફિલ્મ આવી રહી છે. આ ઉપરાંત તે એક ફિલ્મમાં ઇરફાન ખાન સાથે પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા રોમાંચક રહી છે. આ વર્ષે તેની બે ફિલ્મો રજૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત પણ તેની પાસે ફિલ્મોની ઓફરો આવી રહી છે. ઘણી પટકથા આવી રહી છે પરંતુ પસંદગીની ભૂમિકા સ્વીકારી રહી છે. કોઇપણ પ્રકારની ઉતાવળ કરી રહી નથી. કિર્તી કુલ્હારીના લગ્ન ગયા વર્ષે થયા હતા. તેના પતિ સાહીલ પણ એક અભિનેતા તરીકે છે. બંને કલાકાર હોવાથી એકબીજાને સમજવામાં સરળતા રહે છે. તેનું કહેવું છે કે, એક્ટિંગ હમેશા કામ લાગે છે. તેના કહેવા મુજબ વિદ્યા બાલન તેની પસંદગીની અભિનેત્રી છે. પિંક ફિલ્મમાં કામ કર્યા બાદ ફાયદો થયો છે અને તે વધુ ફિલ્મો મેળવી રહી છે.
પાછલી પોસ્ટ